રાજકોટ : કુવાડવા-બામણબોર પાસેથી ટ્રકમાં વિદેશીદારૂનો મોટો જથ્થો પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ

રાજકોટ : કુવાડવા-બામણબોર પાસેથી ટ્રકમાં વિદેશીદારૂનો મોટો જથ્થો પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ
Spread the love

રાજકોટ શહેરના બુટલેગર માટે દમણથી દારૂ, બિયરનો જથ્થો ભરીને કચ્છ પાસીંગનો ટ્રક નં.GJ-૧૨-X ૩૬૫૫ રાતે રાજકોટ પહોંચશે તેવી ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ દેવાભાઇ ધરજીયા, ક્રિપાલસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂ ને સચોટ બાતમી મળી હતી. પોલીસ PI વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ PSI એસ.વી. સાખરા સહિતના સ્ટાફે કુવાડવા રોડ પર વોચ ગોઠવીને નવાગામ બામણબોર નજીકથી બાતમી મુજબના ટ્રકને અટકાવ્યો હતો. ટ્રકની તલાસી લેતા પ્લાસ્ટિકના બારદાનની આડમાં છુપાવેલો દારૂ, બિયર, રમનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

વિદેશીદારૂ ૧૨૩૬ બોટલ, રમની ૪૩૨ બોટલ અને બિયરના ૧૬૮ ટીન, મોબાઇલ અને ટ્રક સહિત કુલ.૧૭,૧૧,૦૦૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી ધર્મેન્દ્ર દિલીપભાઇ ગોહેલ ઉ.૩૦ જાતે, કોળી ધંધો, ડ્રાઇવીંગ, રહે, નવાગામ જામનગર ને અટકાતમાં લઇ લીધો હતો. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો દમણ થી રાજકોટ પહોંચ્યા પછી કોને માલ આપવાનો છે. તેની તપાસ હાથ ધરેલ છે. પોલીસ ઇન્સ્પેક્ટર વિ.કે.ગઢવી, એસ.વી.સાખરા, અંશુમાનભાઈ ગઢવી, કિપાલસિંહ જાડેજા, જીજ્ઞેશભાઈ મારૂ, દેવાભાઈ ધરજીયા. કામગીરી કરેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201202-WA0048.jpg

Right Click Disabled!