રાજકોટ : નાસતા ફરતા આરોપીઓને પકડવા અને મિલ્કતો જપ્ત કરવા DGPની સુચના

રાજકોટ : નાસતા ફરતા આરોપીઓને પકડવા અને મિલ્કતો જપ્ત કરવા DGPની સુચના
Spread the love

રાજકોટ શહેરની મુલાકાતે આવેલા D.G.P ભાટીયાએ શહેરમાં કાયદો વ્યવસ્થાની પ્રવર્તમાન સથિતી અને કામગીરીની સમીક્ષા કરી. પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા તેમજ આરોપીઓની મિલકતો જપ્ત કરવાની કામગીરી કરવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. રાજકોટ પોલીસ કમિશનર અગ્રવાલે શહેર પોલીસે કરેલી કામગીરી રજૂ કરી હતી.

જેમાં પોલીસ દ્વારા તાજેતરમાં જ ગુજસીકોટ હેઠળ નામચીન ગુનેગાર અને તેની ગેંગ સામે કરવામાં આવેલી કાર્યવાહી, બાયોડિઝલ, માસૂમ બાળકીની હત્યાનો ભેદ, બાળ તસ્કરી ઉપર કોરોના કાળમાં રેમીડેસીવીર ઇન્જેકશનના કાળાબજારના અલગ અલગ ૪ કેસ, નશીલા પદાર્થની હેરાફેરી કરતા તત્વો સામે કાર્યવાહી, વ્યાજખોરો સામે સખત કાર્યવાહી તેમજ સુધારેલા કાયદા હેઠળ પાસાની કામગીરી, સ્પાના ઓઠા હેઠળ ગેરકાનૂની ધંધા કરતા તત્વો સામે કરેલા કેસના આંકડા રજૂ કર્યા હતા. તેમજ ૨૦૧૯માં આગલા વર્ષની સરખામણીએ ક્રાઇમ રેટમાં જે ઘટાડો નોંધાયો હતો. તેની આંકડાકિય માહિતી રજૂ કરી હતી.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201015-WA0012.jpg

Right Click Disabled!