રાજકોટ : ધનવંતરી રથના વાહનચાલકો હડતાળ ઉપર ઉતરી ગયા

રાજકોટ શહેરમાં ધનવંતરી અને સંજીવની રથ ચાલુ કરવામા આવ્યા છે. એક-એક વિસ્તારમાં જઇને ધનવંતરી રથ લોકોને ઉકાળા અને દવા આપે છે. આ ઉપરાંત એન્ટીજન્સી ટેસ્ટ પણ કરવામા આવી રહ્યા છે. કુલ.૫૦ ધનવંતરી રથ રાખવામા આવ્યા છે. ધનવંતરી રથ માટે ખાનગી વાહન કોન્ટ્રાક્ટ પર રાખવામા આવ્યા છે. એક વાહનદીઠ રૂ.૨૫ હજાર નક્કી કરવામા આવ્યા છે.
છેલ્લા ૩ મહિનાથી ચાલતા આ ધનવંતરી રથના વાહન માલિકોને હજુ સુધી એક રૂપીયો પણ ચુકવવામા આવ્યુ નથી. મ્યુનિ.કમિશનરને લેખિત રજૂઆત પણ કરવામા આવી હતી. આમ છતા એક રાતિ પાઇ પણ હજુ સુધી ન ચુકવાતા આજે વાહનચાલકો હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જો કે બાદમાં મ્યુનિ. કમિશનરની દરમિયાન ગીરીથી મામલો થાળે પડી ગયો હતો. વાહનચાલકોને વહેલી તકે પૈસા ચુકવાઇ જશે તેવી ખાતરી આપવામાં આવી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
