રાજકોટ : હડમતાળા નજીકથી LCB અને SOG પોલીસે વિદેશીદારૂ ભરેલો ટ્રક પકડી પાડ્યો

રાજકોટ : હડમતાળા નજીકથી LCB અને SOG પોલીસે વિદેશીદારૂ ભરેલો ટ્રક પકડી પાડ્યો
Spread the love

રાજકોટ શહેર SOG અને LCB પોલીસે બાતમીના આધારે હડમતાળા થી ભુણાવા ગામ તરફ જતા રોડ પરથી LCB PI એ.આર.ગોહીલ SOG જયવિરસીંહ રાણા સહીતનાઓએ RJ-27-5454 નંબરનો ટ્રકની તલાશી લેતા ચુનાની બોરીની આડમા છુપાવેલ તેમાથી ૬૪૫૬ બોટલ વિદેશીદારૂ મળી આવ્યો હતો. પોલીસ ટ્રક ચાલક રાજસ્થાનના પર્વતસીંગ ભવરસીંગ સીસોદીયા રહે. મુળ.ભાગલ ગામ. કુંતવાસ રાજસ્થાનના ને રંગે હાથ જડપી લીધો હતો.

જ્યારે આ ગુનામાં સંડોવાયેલા લક્ષ્મીરામ ઉર્ફે લચ્છીરામ આહિરને પકડવા તપાસ તેજ કરી છે. પોલીસે ટ્રકમાથી ૭૫૦ M.L ની ૧૫૬૦ બોટલ અને ૧૮૦ M.L ની ૪૮૯૬ બોટલ બંનેની કિં.૧૦૬૧૫૨૦ સાથે ટ્રક મળી કુલ.૨૫૬૭૧૨૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. L.C.B પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહિલ, મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાધેલા, અનીલભાઈ ગુજરાતી, રવિદેવભાઈ બારડ, જયપાલસિંહ ઝાલા, S.O.G પોલીસ ઇન્સ્પેક્ટર જયવિરસીંહ રાણા, હિતેશભાઈ અગ્રાવત, ધર્મેન્દ્રભાઈ ચાવડા, રણજીતભાઈ ધાધલ, દિલીપસિંહ જાડેજા, કામગીરી કરેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201015-WA0073.jpg

Right Click Disabled!