રાજકોટ : સામાન્ય બાબતમાં બોગસ Facebook IDથી પાડોશીની પત્નીના ફોટો મૂકી બિભત્સ ટિપ્પણી કરી

રાજકોટ : સામાન્ય બાબતમાં બોગસ Facebook IDથી પાડોશીની પત્નીના ફોટો મૂકી બિભત્સ ટિપ્પણી કરી
Spread the love

રાજકોટ શહેરના જામનગર રોડ પર પરસાણાનગરમાં શાંતિનિકેતન પાર્કમાં રહેતા અને હાલ ભૂજમાં જી.કે.જનરલ હોસ્પિટલમાં બીલીંગ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સુખદેવસિંહ નવલસિંહ ઝાલાએ રાજકોટમાં તેની જ સોસાયટીમાં પડોશમાં રહેતા મયુર સંજયકુમાર માનકર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગત મુજબ, પોતે ભૂજ ખાતે નોકરી હોવાથી અઠવાડિયા, ૧૫ દિવસે રાજકોટ પરિવાર પાસે આવે છે. પત્ની વર્ષાબા અને પ વર્ષનો એક પુત્ર રાજકોટ જ રહે છે.

૧૭ માર્ચના રોજ કોઇ અજાણ્યા શખ્સે ફરિયાદી સુખદેવસિંહના નામે બોગસ Facebook ID બનાવી અને એ ID ઉપરથી સુખદેવસિંહને જ મેસેન્જર દ્વારા મેસેજ કર્યા હતા. પોલીસે આરોપીની ઓળખ મેળવવા સાયબર સેલની મદદ લેતા બોગસ Facebook ID રાજકોટમાં ફરિયાદી સુખદેવસિંહ રહે છે. એ સોસાયટીમાં જ રહેતા મયુર સંજયકુમાર માનકરે બનાવીને ફોટા અપલોડ કરી બિભત્સ ટિપ્પણી કર્યાનું ખુલ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરીને પુછપરછ કરતા સોસાયટીમાં પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલુ હતી. ત્યારે ફરિયાદીની કાર પાર્ક કરવા મામલે બોલાચાલી થઇ હતી. એ ઝગડાનું વેર વાળવા આવું કૃત્ય કર્યું હતું. આરોપીના પિતા PGVCLમાં ફરજ બજાવતા હોવાનું જણાવાયું છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201015-WA0070.jpg

Right Click Disabled!