રાજકોટ : મતદાન દિવસની આપણે પણ ઉજવણી કરીએ : પૂજારા

રાજકોટ : મતદાન દિવસની આપણે પણ ઉજવણી કરીએ : પૂજારા
Spread the love

*રાજકોટ શહેર તા.૨૫/૧/૨૦૨૧ ના રોજ ૨૫ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતના ચૂંટણીપંચની સ્થાપના થઇ હતી. વર્ષ ૨૦૧૧થી ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના મતદારોને ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવા માટે અપીલ કરી છે. ચેતેશ્વર પૂજારા ગુજરાત અને ભારત ચૂંટણીપંચના બ્રાન્ડ-એમ્બેસેડર છે. તેમણે જણાવ્યું હતું કે ક્રિકેટમાં વિજયને આખો દેશ સાથે મળીને ઊજવે છે, એ જ રીતે સૌ સાથે મળીને આ દિવસની ઉજવણી કરીએ. ચેતેશ્વર પૂજારાએ સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરી જણાવ્યું છે કે ૨૬ જાન્યુઆરીનું આપ સૌ લોકો મહત્ત્વ જાણો જ છો, પરંતુ શું ૨૫ જાન્યુઆરીનું મહત્ત્વ જાણો છો. ૨૫ જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ. વિશ્વના સૌથી મોટા લોકતંત્રના દેશમાં આપણે સૌએ આ દિવસની ઉજવણીમાં સામેલ થવું જોઇએ. ચૂંટણીપંચના ઓનલાઇન વોટર પોર્ટલ અથવા વોટર એપનો ઉપયોગ કરીને આપણે આપણા નામ અને વિગતની ચકાસણી કરી લઇએ. ગુજરાતના સૌ મતદારોને મારી અપીલ છે કે જેમ ક્રિકેટમાં વિજયને આખો દેશ સાથે મળીને ઊજવે છે એ જ રીતે આપણે સૌ સાથે મળીને આ દિવસની ઉજવણી કરીએ.*

*રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.*

IMG-20210125-WA0052.jpg

Right Click Disabled!