રાજકોટ : દેશી બનાવટની પિસ્તોલ સાથે ફરતા શખ્સને માલવીયાનગર પોલીસ ઝડપી લીધો

રાજકોટ : દેશી બનાવટની પિસ્તોલ સાથે ફરતા શખ્સને માલવીયાનગર પોલીસ ઝડપી લીધો
Spread the love

રાજકોટ શહેર માલવીયનગર પોલીસ મથકના P.I કે.એમ.ભુકણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના P.S.I વી.કે.ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન પો.હેડ.કોન્સ. મસરીભાઈ ભેટારીયા, પો.કોન્સ. ભાવેશભાઈ ગઢવી અને હરપાલસિંહ જાડેજાને મળેલ સંયુક્ત ખાનગી હકિકત આધારે ખીજડાવાળા મેઈન રોડ, મામા સાહેબ મંદીર પાસેથી અજીતસિંહ જોરૂભા જાડેજાને રૂ.૧૦ હજારની કિંમતની ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે રોહીત ભીખાભાઇ જેઠવાનું નામ ખુલતા પોલીસે ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201014-WA0010.jpg

Right Click Disabled!