રાજકોટના ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ ચેન્નઈ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્ર્વાસ

રાજકોટ શહેર રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નઈની હોસ્પિટલમાં નિધન થયું છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ફેફસાંમાં તકલીફ પડતા તેઓને રાજકોટથી ચેન્નઈ સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયામાં દુ:ખ વ્યક્ત કર્યુ છે. અભય ભારદ્વાજ ૩૧ ઓગસ્ટના રોજ કોરોના સંક્રમિત થતા તેઓને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
બાદમાં ફેફસાંમાં તકલીફ વધી જતા તેઓને ચાર્ટર્ડ પ્લેનમાં ચેન્નઈની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ૯૩ દિવસની કોરોનાની સારવાર કારગત ન નીવડી અને આજે અંતિમ શ્વાસ લીધા હતા. હિસ્ટોરિકલ અને ક્રિટિકલ એવા અસંખ્ય કેસો પોતાની કાનૂની કૂનેહથી જીતી બતાવનારા ધારાશાસ્ત્રીએ કોરોના સામે ૧૩ દિવસની લડત બાદ ૬૬ વર્ષની વયે આજે ચેન્નઈ હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. આજરોજ તેમના નિવાસસ્થાને તેમના દેહને લાવવામાં આવેલ છે. મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
