રાજકોટ : માંડાડુંગર પાસે 3 શખ્સોએ યુવાનો ઉપર એસિડ ફેંકી દિધું

રાજકોટ ગોંડલ ચોકડીએથી એસ.ટી.બસ સ્ટેન્ડ સુધીની રીક્ષા ભાડે બંધાવી માંડાડુંગર પાસે ૩ બહેનોને લેવા જવાનું કહી બેઠેલા ૩ શખ્સોએ માંડાડુંગર પાસે ઉતરી રિક્ષાચાલક અને તેના મિત્ર બંને યુવાનો ઉપર એસિડ ફેંકી દીધું હતું. જેમાં એક યુવકને મોઢા ઉપર અને એકને હાથ અને શરીરના ભાગે દાઝી જતા બંનેને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ગોંડલ રોડ ઉપર આવેલ રસુલપરામાં હુશેની ચોકમાં રહેતા અને રીક્ષા ચલાવતા અબલી ગુલમહમ્દભાઈ પલેજા અને તેનો મિત્ર અફઝલ યુસુફખાન પઠાણ રીક્ષા લઈને ગોંડલ ચોકડીએ ઉભા હતા. રીક્ષા લઈને ગોંડલ રોડ ચોકડીથી આજીડેમ થઇ માંડાડુંગર પહોંચ્યા હતા. ગોળાઇમાં રીક્ષા ઉભી રખાવી હતી. અને ત્યાંથી બંનેને ઉભા રહો અમે ૩ જે બહેનોને કેટરર્સના કામે સાથે લઇ જવાના છે.
તેઓને લેતા આવીએ તેમ કહી ત્રણેય નીચે ઉતર્યા હતા. અને ખિસ્સામાંથી બોટલ કાઢી હતી. જેમાં એસિડ હતું એ એસિડ અબલી અને અફઝલ ઉપર ફેંક્યું હતું. A.C.P ક્રાઇમ, S.O.G ક્રાઇમ બ્રાન્ચ, આજીડેમ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને બનાવની વિગતો જાણી એસિડ એટેક કરી નાશી છુટેલી ત્રિપુટીને ઝડપી પાડવા વિવિધ દિશામાં ટિમો રવાના કરી છે. ભરબપોરે એસિડ એટેકની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એસિડ એટેક કરવાનું કારણ શું અને હુમલાખોરો કોણ તે જાણવા મોબાઈલ C.D.R અને C.C.T.V ફૂટેજ આધારે ચક્રો ગતિમાન કર્યા છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
