રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કર્ફયુની સમય મર્યાદામાં હોલીકા દહન કરવા લોકોને અપીલ

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કર્ફયુની સમય મર્યાદામાં હોલીકા દહન કરવા લોકોને અપીલ
Spread the love

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં અને જાહેર જનતા જોગ વિડીયો મેસેજ મારફતે જણાવવામાં આવ્યું છે કે હાલ કોરોના મહામારી ચાલી રહી છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર કડક કાર્યવાહી કરી છે. તેમ છતાં લોકોએ જાગૃત થવાની જરૂર છે અને આગામી દિવસોમાં આવતા હોળી-ધુળેટીના પર્વમાં લોકોએ સાવચેતીપૂર્વક ઉજવણી કરવા જણાવાયું છે. આગામી રવિવારે હોલિકાદહનની વિધિ રાત્રી કર્ફ્યુનો ધ્યાનમાં લઈને કરવામાં આવે તેમજ મર્યાદિત સમયમાં પૂર્ણ કરવામાં આવે અને દર્શને આવતા લોકો સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તેવી અપીલ કરી હતી. તેમજ બીજા દિવસે એટલે કે સોમવારે ધુળેટીના દિવસે કોઈએ જાહેરમાં રંગ ન ઉડાડવો, ફુગ્ગો ન ફેંકવા, ગાર્ડન, હોટલ, ક્લ્બ વગેરે જાહેર સ્થળોએ આયોજનો કરવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે. હાલની દ્રષ્ટિએ પોલીસ સ્ટાફ વિવિધ વિસ્તારોમાં જઈને લોકોને કોરોના સંક્રમણ અટકાવવામાં મદદરૂપ બને અને કાળજી રાખે તેવી માહિતી પણ આપી રહી છે. આ ૨ દિવસ રાજકોટ પોલીસનો સ્ટાફ સતત ખડેપગે રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે તેવું પણ જણાવાયું છે. જેથી લોકો કોરોનાથી બચવા નિયમોનું પાલન કરી તહેવારની ઉજવણી કરે તેવી અપીલ કરવામાં આવી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ

Right Click Disabled!