રાજકોટ : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને સમગ્ર સૌરાષ્ટ્રના સુપરવિઝનની જવાબદારી

રાજકોટ : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને સમગ્ર સૌરાષ્ટ્રના સુપરવિઝનની જવાબદારી
Spread the love

રાજકોટ શહેરમાં ગુનાખોરીને અંકુશમાં લેવા ખાસ પ્રકારની એપ્લીકેશન લોંચ કરી છે. અને આ એપના ઉપયોગથી કામગીરી વધુ અસરકારક બની છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢમાં એડીશનલ DGP ક્ક્ષાના અધિકાર રેન્જ IGP તરીકે DIG કક્ષાના અધિકારીઓ છે. આશિષ ભાટિયા પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના વડા હતા. એ સમયે રાજકોટના બે ચકચારી અપહરણ સહિત રાજ્યના અન્ય શહેર, જીલ્લાના ગંભીર બનાવોમાં તેમના અનુભવના આધારે ભેદ ઉકેલ્યા હતા. સિનીયર અધિકારીઓની અનુભવથી પોલીસની કામગીરીને વધુ નિખારી શકાય અને જૂનિયર અધિકારીઓને માર્ગદર્શન મળી રહે એ માટે એડીશનલ DGP કક્ષાના મનોજ અગ્રવાલ જેવા અધિકારીને સૌરાષ્ટ્રનું સુપરવિઝન સોંપવામાં આવેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201015-WA0069.jpg

Right Click Disabled!