રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ. લિગ્વિસ્ટિક ભવન માટે 8 કરોડ મંજૂર

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ. ‘નેક’નો ‘એ’ ગ્રેડ ગુમાવ્યો હોવા છતા રાજય સરકાર જાણે સૌરાષ્ટ્ર યુનિ.ને ગ્રાન્ટના નામે લોખો રૂ.ની લ્હણી કરવા ઈચ્છતી હોય તે રીતે યુનિ.માં લિંગ્વીસ્ટીક ભવન ઉભુ કરવા માટે રૂ ૧૫ કરોડની કરવામાં આવેલી દરખાસ્ત સંદર્ભે રૂ ૮ કરોડ બિલ્ડીંગ ઉભુ કરવા માટે મંજુર કરવામાં આવ્યા છે. અલબત જુન ૨૦૨૧થી યુનિ.માં જાપાનીઝ, ફ્રેન્ચ, અરેબીક, સ્પેનીસ ભાષાના પ્રશિક્ષણ માટેના કોર્સ શરૂ થશે. સૌરાષ્ટ્ર યુનિ.માં વિનયન વિદ્યાશાખા હેઠળ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સંસ્કૃત ભાષાના અનુસ્નાતક ભવનો કાર્યરત છે.
વિદેશી ભાષાના અભ્યાસક્રમને આગળ વધારવા માટે યુનિ.માં કોઈ વ્યવસ્થા નહી હોવાથી સર્ટીફિકેટ, ડીપ્લોમાં અને ડીગ્રી કોર્સ શરૂ કરવા માટે તાજેતરમાં જે દરખાસ્ત કરવામાં આવી હતી તે પૈકી લિંગ્વીસ્ટીક ભવન ઉભુ કરવા માટે રૂ ૧૫ કરોડ જેવી રકમ મંજૂર કરવામાં આવી છે. જે પૈકી રૂ ૮ કરોડ બિલ્ડીંગ ઉભુ કરવા પાછળ યુનિ.ના કુલનાયક ડો. વિજય દેશાણીના જણાવ્યા અનુસાર નવા શૈક્ષણિક સત્રથી યુનિ.માં વિદેશી ભાષા શિખવવાનો અભ્યાસક્રમ શરૂ થશે.
સૌરાષ્ટ્રમાં વિકસી રહેલા વેપાર ઉદ્યોગ પૈકી મોરબીના સિરામીક ઉદ્યોગનો વ્યાપ ઈટાલી સહિતના દેશોમાં વિકસ્તો રહ્યો છે. જયારે એન્જીનીયરીંગ, મશીન ટુલ્સ, ઓટોમોબાઈલ સહિતના ઉદ્યોગોનો વેપાર જાપાન ચીન સહિતના દેશોમાં વિકસતો રહ્યોછે. ત્યારે વિદેશી ભાષાના જાણકારની મોટી ડીમાન્ડ ઉભી થઈછે. તેથી આ ભાષાના જાણકાર ઉમેદવારોને તૈયાર કરવાનું કામ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા હાથ ધરવામાં આવશે. ભાષા શિક્ષણ માટેની કામગીરીમાં જુદા જુદા દેશની એમ્બેસી પણ ઉપયોગી થશે.
