રાજકોટ : 15થી વધુ બ્લેક સ્પોટ પર અકસ્માત નિવારવા સાઈન બોર્ડ મુકાશે

રાજકોટ : 15થી વધુ બ્લેક સ્પોટ પર અકસ્માત નિવારવા સાઈન બોર્ડ મુકાશે
Spread the love

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થાને આયોજિત રોડ સેફટી મિટિંગમાં શહેર આસપાસના વિસ્તારના ૧૫થી વધુ બ્લેક સ્પોટ એટલે કે અકસ્માત સંભવિત ઝોનમાં અકસ્માતો નિવારી શકાય તે માટે જરૂરી સાઇનબોર્ડ જેવા કે ગતિ મર્યાદા, અકસ્માત સંભવિત વિસ્તાર, ઝીબ્રા ક્રોસિંગ, ગતિમર્યાદા સહિતના સાઈનબોર્ડ તેમજ જરૂરી સ્પીડ બ્રેકર, સ્પીડ બ્રેકર પટ્ટા, L.E.D લાઇટ સહીતના જરૂરી પગલાં લેવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ આર.એન્ડ.બી. વિભાગને સૂચિત કરાયા હતા.

રાજકોટ શહેર R.T.O ઓફીસ, ગ્રીનલેન્ડ ચોકડી, સંતકબીર રોડ, માલીયાસણ ગામ રોડ, મારવાડી કોલેજ, કુવાડવા ગામ રોડ, કુવાડવા G.I.D.C, કુચીયાદળ, સાત હનુમાન, ત્રંબા ગામ, વિઠ્ઠલવાવ, પીરવાડી, ખોખડદળ, ગમારા પેટ્રોલ પંપ, ગોંડલ રોડ ચોકડી, મહિકા ગામ, લાખાપર, સરધાર, રાજકોટ તેમજ આસપાસના વિસ્તારના રોડને મહત્વના બ્લેક સ્પોટ તરીકે આવરી લેવામાં આવ્યા છે.

આ વર્ષે રોડ સેફટી વીક એક માસ સુધી ચાલશે, જેમાં R.T.O, મહાનગરપાલિકા, શિક્ષણ, ટ્રાફીક પોલીસ, આરોગ્ય વિભાગ સહિતના વિવિધ વિભાગો સંયુક્ત રીતે જોડાઈ જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. તેમજ રોડ સેફટી મિટિંગમાં જોઈન્ટ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ, ઝોન-૧ D.C.P પ્રવિણકુમાર, A.C.P ટ્રાફિક પોલીસ ભરત ચાવડા, R.T.O અધિકારી લાઠીયા, મહાનગરપાલિકા, એસ.ટી.વિભાગ, હાઈ-વે ઓથોરિટી, G.E.B, માહિતી વિભાગ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20210116-WA0082.jpg

Right Click Disabled!