રાજકોટ : મુખ્ય ગાર્ડનની અંદર પ્રવેશ કરવા માટે અમુક બાબતો તેમજ નિયમોનું પાલન કરવાનું રહેશે

રાજકોટ : મુખ્ય ગાર્ડનની અંદર પ્રવેશ કરવા માટે અમુક બાબતો તેમજ નિયમોનું પાલન કરવાનું રહેશે
Spread the love

રાજકોટ શહેરના મુખ્ય ગાર્ડન જ ખોલવામાં આવશે. સોસાયટીના ગાર્ડન હજુ બંધ જ રહેશે. ૫ ઓક્ટોબરથી રાજકોટના મુખ્ય ગાર્ડન ખોલવામાં આવશે. પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ પણ ૨૦ ઓક્ટોબર બાદ ખોલવામાં આવશે. ગાર્ડનમાં પ્રવેશ માટે મહાનગરપાલિકાએ નિયમ નક્કી કર્યા છે. તે મુજબ લોકોને પ્રવેશ આપવામાં આવશે. શહેરના મુખ્ય ગાર્ડનમાં સવારે ૬-૧૨ બપોરે ૩-૭ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે કે હાલ બાલ ક્રિડાંગણમાં સાધનોનો હાલના સમયમાં ઉપયોગ ન કરવો. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું.

ફરજિયાત ગાર્ડનમાં એક તરફ વોકિંગ કરી શકાશે, સામસામે વોકિંગ નહીં કરી શકાય હીંચકા, લપસિયાનો ઉપયોગ ન કરવા સૂચના અપાશે. પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં ૧૦ વર્ષથી નાના બાળકો અને ૬૦ વર્ષથી મોટા વડીલો પ્રવેશ ન કરે તેવી વિનંતી કરાશે. બગીચામાં થૂંકવું, પાન-માવો ખાઈને ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ રહેશે. ૧૦ વર્ષથી નાના બાળકો અને ૬૫ વર્ષથી મોટા વડિલોના સ્વાસ્થ્ય માટે બગીચામાં પ્રવેશ ન કરે તે ઇચ્છનિય છે. બગીચો સવારે ૬ થી ૧૨ અને બપોરે ૩ થી ૭ સુધી ખુલ્લો રહેશે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201015-WA0010.jpg

Right Click Disabled!