રાજકોટ : વિદેશીદારૂની ડિલિવરી કરવા આવેલ આઈ ડિવિઝનનો ટ્રાફિક ASI ઝડપાયો

રાજકોટ : વિદેશીદારૂની ડિલિવરી કરવા આવેલ આઈ ડિવિઝનનો ટ્રાફિક ASI ઝડપાયો
Spread the love

રાજકોટ શહેર SOG ના હેડ.કોન્સ. ભાનુભાઈ મિયાત્રા, કિશનભાઇ આહીર, પો.કોન્સ. હીતેષભાઇ રબારી, નીખીલભાઇ પિરોજીયા પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન તેઓને સંયુકત બાતમીદારો મારફતે મળેલી બાતમીના આધારે વિદ્યાનગર મેઈન રોડ ઉપર અમદાવાદથી વિદેશીદારૂની ડિલિવરી કરવા આવેલા અમદાવાદ ખાતે આઇ-ડીવીઝન ટ્રાફીક પોસ્ટમાં A.S.I તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબાર, કૃણાલ હસમુખભાઇ શાહ, મહેન્દ્રસિંહ અશોકકુમાર વૈદને ઝડપી લીધા હતા. પોલીસે કારમાં છુપાવેલ ૭૨ બોટલ દારૂ, ૫ મોબાઈલ અને ૨ કાર સહિત રૂ.૯.૫૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી દારૂ કોને દેવા માટે આવ્યા હતા. તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

CollageMaker_20201021_235720013.jpg

Right Click Disabled!