રાજકોટ : તરૂણી-યુવતિઓએ શુટીંગની ટ્રેનિંગ આપીને હથિયારના લાયસન્સ આપવાની માંગ કરી

રાજકોટ : તરૂણી-યુવતિઓએ શુટીંગની ટ્રેનિંગ આપીને હથિયારના લાયસન્સ આપવાની માંગ કરી
Spread the love

રાજકોટ શહેરના છેવાડે આવેલા કોઠારીયા ગામની તરૂણીની આગેવાનીમાં ૫૦ થી વધુ તરૂણી-યુવતિઓએ હાથરસની ઘટના અટકાવવા માટે સ્વરક્ષણ જ મહત્વનો માર્ગ હોવાનું જણાવ્યું હતું. અને દિકરીઓને શુટીંગની ટ્રેનિંગ આપી હથિયારનું લાયસન્સ આપવા માંગ કરતું રાજ્યપાલને સંબોધતું આવેદન કલેકટરને આપ્યું હતું.

આવેદનમાં એવો પણ ઉલ્લેખ કરાયો હતો કે, સરકાર દ્વારા યોગ્ય તાલિમ અપાયા બાદ હથિયારનું લાયસન્સ આપવામાં આવે તો આવા નરાધમોનો શિકાર બનવાને બદલે ગોળીએ વિંધીને સજા આપી શકાય માટે આ દિશામાં સરકાર જરૂરી કાર્યવાહી કરે. જ્યારે મિતલના પિતા કેશુભાઇએ જણાવ્યું હતું કે હાલમાં હથિયારના લાઇસન્સના ફોર્મ ભરીને જમા કરાવી રહ્યા છીએ અને તેની પહોંચ મેળવી રહ્યા છીએ.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201015-WA0011.jpg

Right Click Disabled!