અમૂલ ડેરીના ચેરમેનપદે રામસિંહ બિનહરિફ ચૂંટાયા

અમૂલ ડેરીના ચેરમેનપદે રામસિંહ બિનહરિફ ચૂંટાયા
Spread the love

અમદાવાદ, 4400 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે યોજવામાં આવી હતી. જેમાં ચેરમેન પદે રામસિંહ પરમાર બિનહરિફ ચૂંટાયા હતા, જો કે પરિણામ જાહેર કરવા પર હાઇકોર્ટની રોક હોવાથી પરિણામની સત્તાવાર જાહેરાત હાઇકોર્ટના આદેશ પછી થશે અને વાઇસ ચેરમેનની ચૂંટણીનું પરિણામ અત્યારે સીલબંધ કવરમાં રાખવામાં આવ્યું છે.

આજે આણંદમાં અમૂલ ડેરીના સભાખંડમાં સવારે યોજાયેલી ચૂટણીમાં રામસિંહ પરમાર સામે કોઇ ઉમેદવારો ઉભા ન થતા ઘીના ઠામમાં ઘી પડયું હતું અને તેઓ બિનહરિફ વિજેતા બન્યા હતા. જ્યારે વાઇસ ચેરમેનના હોદ્દા માટે વર્તમાન વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર અને રાજેશભાઇ પાઠક ઉર્ફે પપ્પુભાઇ વચ્ચે જંગ જામ્યો હતો અને બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું.

આજની ચૂંટણીમાં ડેરીના ચૂંટાયેલા 13 ડિરેક્ટરો, જિલ્લ રજિસ્ટ્રાર તેમજ જી.સી.એમ.એમ.એફ.ના ચેરમેન એમ 15 વ્યક્તિઓએ મતદાન કર્યુ હતું. આ 15 મત જે મતપેટીમાં પડયા હતા તેને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવેલા ત્રણ પ્રતિનિધિઓના મત પણ અલગ રાખી તેને સીલ કરવામાં આવ્યા છે.

અમૂલ ડેરીના કોંગ્રેસ સમર્થિત ત્રણ ડિરેક્ટરો કાંતિભાઇ સોઢા પરમાર ધારાસભ્ય-આણંદ રાજેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય બોરસદ અને સંજયભાઇ પટેલે હાઇકોર્ટમાં પિટિશન કરી અમૂલના નિયામક મંડળમાં સરકાર દ્વારા નીમવામાં આવેલા ત્રણ ડિરેક્ટરની નિમણૂકને પડકારી છે. જેથી હાઇકોર્ટે ચૂંટણીના પરિણામો કોર્ટના આદેશ બાદ જ જાહેર કરવાનો વચગાળાનો આદેશ આપ્યો છે.

content_image_c58099ca-e3e7-4499-94f7-3c089250305d.jpg

Right Click Disabled!