માણાવદરના ધારાશાસ્ત્રી રાઠોડની માંગ વકીલોને સ્વરક્ષણ માટે હથિયાર પરવાનો આપો

માણાવદરના ધારાશાસ્ત્રી રાઠોડની માંગ વકીલોને સ્વરક્ષણ માટે હથિયાર પરવાનો આપો
Spread the love
  • માણાવદરના ધારાશાસ્ત્રી રાઠોડ ની માંગ
  • વકીલોને સ્વરક્ષણ માટે હથિયાર પરવાનો આપો

થોડા સમય પહેલા જામનગર ખાતે વકીલ ની હત્યા તેમજ તાજેતરમાં રાપર ખાતે વકીલ ની હત્યા કરાઇ છે. આ ધટનાઓ ખુબ નીંદનીય છે. જો આ રીતે વકિલો ઉપર તેમની પ્રેકટીશ દરમિયાન ના કામો અંગે રાગદ્વેષ રાખી હત્યા કરાશે તો રાજયમાં હાલ ગુંડાઓ વિરૂદ્ધ એક્ટ બનાવાયો તેને શું મહત્વ ? રોજબરોજ કોર્ટમાં અસંખ્ય કેસોમાં સજા કરવામાં આવે છે. આ તમામ ચુકાદામાં વકિલોની ભુમિકા અગત્યની હોય છે. તેથી રાજયમાં વકિલોના રક્ષણ માટે પ્રોટેક્શન એક્ટ લાગું કરવો જોઇએ અને દરેક વ્યક્તિ ને પોતાના સ્વરક્ષણ માટે રાજ્ય સરકાર ના હથિયાર ધારા સંબંધી પ્રવર્તમાન નિયમો માં ફેરફાર કરી વકિલોને હથિયાર પરવાનો આપવા માણાવદર ના ધારાશાસ્ત્રી ભાવિનભાઇ રાઠોડે મુખ્યમંત્રી ને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20201016-WA0001.jpg

Right Click Disabled!