રાશનકાર્ડ ધારકોને નિયમો આધીન, NFSA યોજના અંતર્ગત પોતાનો હક જતો કરવો પડશે

રાશનકાર્ડ ધારકોને નિયમો આધીન, NFSA યોજના અંતર્ગત પોતાનો હક જતો કરવો પડશે
Spread the love

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મામલતદાર કે,એચ,તરાલ દ્વારા જાહેર અપીલ માટે એક પત્ર જાહેર કરાયો છે, રાશનકાર્ડ થી અનાજ વિતરણ થતુ તે ફક્ત ગરીબો માટે ની યોજના છે હવે NFSA યોજના અંતર્ગત પોતાનો હક જતો કરવો પડશે જે પણ રાશનકાર્ડ ધારક ને નીચે મુજબ ના નિયમો લગતા વળગતા હશે તેને નામદાર સરકાર શ્રી ના.રપ /૦૭/૨૦૧૪ ની જોગવાઈ મુજબ રેશનકાર્ડ થી વિતરણ કરવામાં આવતુ અનાજ એ ફકત ગરીબો માટેની યોજના છે . જેથી નીચે મુજબ ધોરણો હોય તેમને આ લાભ માળવા પાત્ર નથી.

૧, ચાર પૈડા કે તેથી વધુ પૈડા વાળું વાહન ધરાવતા હોય . ૨. જે કુટુંબનો સભ્ય સરકારી કર્મચારી હોય . ૩ , જે કુટુંબનો સભ્ય મારિક રૂ, ૧૦,૦૦૦ – થી વધુ આવક ધરાવતો હોય . ૪. જે કુટુંબના સભ્ય આવક વેરો , વ્યવસાય વેરો ચુકવતો હોય . ૫ જે કુટુંબ ૫ એકર કરતા વધારે જમીન ધરાવતું હોય . ૬, જે કુટુંબનો કોઇ પણ પેશનર હોય . ૭. આર્થિક સુખાકારી ધરાવતા હોય ( જેમકે Ac , ૩ કે તેથી વધારે રૂમ વાળું મકાન ) ૮.શહેરી વિસ્તારમાં ધાબાવાળુ પાકુ મકાન ધરાવતા હોય ૯. કોઇ પણ ખાનગી કંપનીમાં રૂ .૧૦,૦૦૦/- થી વધુ આવક ની નોકરી/ભાગીદારી હોય. ઉપર મુજબની આર્થિક સધ્ધરતા ધરાવતા કાર્ડ ધારકોના કારણે નામદાર સરકારશ્રીને વધારાનો બોજ પડે છે.

આવા કાર્ડ ધારક ઇસમોએ તા .૧૫/૧૦/૨૦૨૦ સુધીમાં સ્વેચ્છાએ NFSA યોજના અંતર્ગત પોતાનો હક જતો કરવા માટે મામલતદાર કચેરી ( પૂરવઠા શાના ) હિંમતનગર ખાતે રેશનકાર્ડ ની નકલ જોડી અરજી રૂબરૂ રજુ કરવા જણાવવામાં આવે છે . જો તેમ કરવામાં ચૂક થશે તો તા . ૨ ૧/૧૦/૨૦૨૦ પછી ઝુંબેશ રૂપી તપાસ હાથ ધરવામાં આવનાર છે તે તપાસ દરમ્યાન આર્થિક સુખાકારી હોવાના પુરાવા માલુમ પડો તો વહિવટી તંત્ર દ્વારા કાયદાની કાયદેસર ની કાર્યવાહી તેમજ જરૂર જણાય તો ફોજદારી ગુનો દાખલ કરવાની ફરજ પડશે . જેની જાહેર જનતા એ ખાસ નોંધ લેવી,તેવુ પત્રમાં સ્પષ્ટ રીતે જણાવ્યુ છે ,

રિપોર્ટ : વસંતપૂરી ગોસ્વામી (સાબરકાંઠા)

10.jpg

Right Click Disabled!