માંગરોળ તાલુકાના હથોડા ખાતે સૌ પ્રથમ વખત રેકર્ડ બ્રેક 2176 મતોનું થયેલું મતદાન

માંગરોળ તાલુકાના હથોડા ખાતે સૌ પ્રથમ વખત રેકર્ડ બ્રેક 2176 મતોનું થયેલું મતદાન
Spread the love

આજે સ્થાનીક સ્વરાજયની ચૂંટણી માટે મતદાન થયું છે. જેમાં સુરત જિલ્લાની માંગરોળ તાલુકાની 5 અને તાલુકા પંચાયતની માંગરોળ તાલુકાની 24 બેઠકો ઉપર મતદાન થઈ ગયું છે. આ બેઠકોનાં તમામ ઉમેદવારોએ પોતાનાં જીતના દાવા સાથે દાવેદારી કરી રહ્યા છે, માંગરોળ તાલુકાની પીપોદરા જીલ્લા પંચાયત બેઠકમાં હથોડા તાલુકા પંચાયતની બેઠક આવે છે.આ બેઠક છેલ્લા ત્રણ દાયકાથી કોંગ્રેસએ સાચવી રાખી છે, હથોડા તાલુકા પંચાયત બેઠકમાં હથોડા, કઠવાડા, મહુવેજ, પાણેથા ગામોનો સમાવેશ થાય છે,જેમાં મુખ્ય ભુમિકા હથોડા ગામના મતદારોની રહે છે.

હાલની ચૂંટણીમાં તાલુકા પંચાયત હથોડા બેઠક ઉપર ભાજપ તરફથી જે ઉમેદવાર છે એ ગામનો જ વતની હોય અને સામે કોંગ્રેસ પક્ષ નો ઉમેદવાર બોરસરા ગામનો વતની છે.જેથી આ વખતે આ બંને ઉમેદવારો વચ્ચે ખરો ખેલ જોવા લાયક રહેશે , ઇતિહાસકારો માની રહ્યા છે કે હથોડા ગામ ખાતે તાલુકા, જીલ્લા પંચાયતની ચૂંટણી માં ૧૭૦૦ જેટલું મતદાન થતું હોય છે જયારે આજે ૨૧૬૭ સાથે ૭૩% મતદાન થયુ છે, બીજી માર્ચના મત ગણતરી છે,ત્યારે બાજી કોણ મારી જાય છે કોંગ્રેસ કે પછી કમલમ માં કમળ ખીલે છે, એતો સમય જ બતાવશે,કોસંબા પોલીસ સાથે પાલોદ ચોકીના ઇન્ચાર્જ PSI વી.કે. દેસાઈ સહિતના પોલીસ સ્ટાફની હાજરીમાં એકદમ શાંત માહોલમાં મતદાન સાંજે પૂર્ણ થયું હતું.

રિપોર્ટર:નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)

IMG-20210228-WA0115.jpg

Right Click Disabled!