જૂનાગઢ રોજગાર કચેરી દ્વારા યોજાનાર ઓનલાઇન ભરતી મેળા અંગે

Spread the love

જૂનાગઢ : જૂનાગઢ રોજગાર કચેરી દ્રારા ઓક્ટોબર માસમાં રાજવ્યાપી ઓનલાઇન ભરતી મેળા યોજનાર છે. જેમાં જૂનાગઢ જિલ્લાની કોઇ સંસ્થા એકમમાં કોઇ કર્મચારી/કામદારોની ભરતી કરવાની થતી હોય તો જૂનાગઢ રોજગાર કચેરીને ટેલીફોનીક-ઇમેઇલથી જાણ કરવા જણાવવામાં આવે છે.

કોવીડ-૧૯ના પગલે ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ રોજગાર કચેરી દ્રારા ઓક્ટોબર માસના બીજા–ત્રીજા અઠવાડીયામાં રાજ્યવ્યાપી ઓનલાઇન ભરતીમેળા યોજવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવનાર છે. જેથી આપની સંસ્થા/એકમમાં જો કોઇ કર્મચારી/કામદારની આપના દ્રારા ભરતી કરવાની થતી હોય અથવા કોન્ટ્રાક્ટર મારફત ભરતી કરવાની થતી હોય તો તેની આ કચેરીને ટેલીફોનિક (૦૨૮૫) ૨૬૨૦૧૩૯ અથવા ઇ-મેઇલથી [email protected] પર જાણ કરવા જણાવવામાં આવે છે. જેથી નોકરી દાતાઓને સમય મર્યાદામાં વિના મૂલ્યે માનવબળ પુરૂ પાડી શકાય.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!