મેમુ ટ્રેન અનરિઝર્વ કરતાં નવસારી જિલ્લાના 40 હજાર લોકોને રાહત

મેમુ ટ્રેન અનરિઝર્વ કરતાં નવસારી જિલ્લાના 40 હજાર લોકોને રાહત
Spread the love

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા 3જી માર્ચથી ઉમરગામથી સુરત દોડતી મેમુ ટ્રેનમાં રિઝર્વેશન પ્રથા નાબૂદ કરીને ટિકિટ લેવાથી મુસાફરી કરવાનો નિર્ણય લેતા મુસાફરોમા આનંદની લાગણી ફેલાઈ છે. નવસારી જિલ્લામાં 40 હજારથી વધુ મુસાફરો ડેઇલી અપડાઉન કરતા હોય છે તેમને મેમુ ટ્રેનથી ફાયદો થશે તેમ લાગી રહ્યું છે. કોરોના બાદ બેહાલ થયેલી ટ્રેન સેવામાં આરક્ષણ દ્વારા મુસાફરી શક્ય બની હતી ત્યારબાદ અપડાઉન કરનારા લોકો માટે મેમુ ટ્રેનની માંગ કરવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા મેમુ ટ્રેનને આરક્ષિત કરી ભાડામાં વધારો કર્યો હતો.

જેને લઈને 15 દિવસ પહેલા અપડાઉન કરનારા અને ડાયમંડ મર્ચન્ટ એસો.ના પદાધિકારીઓએ અને DRUCC સભ્ય સંજય શાહ દ્વારા લેખિત રજૂઆત કરીને આરક્ષણના બદલે ટિકિટથી પણ મુસાફરી થાય તે માટે આવેદનપત્ર આપ્યું હતું અને જો ટ્રેન સેવા ન શરૂ થાય તો આંદોલનની ચીમકી આપી હતી. મોડે મોડે રેલવે વિભાગે કામધંધા અર્થે રોજિંદી મુસાફરી કરતા મુસાફરોની મુશ્કેલી થોડી હલ કરવા સુરત-ઉમરગામ મેમુ ટ્રેનમાં પહેલા રિઝર્વેશન લઈ જ મુસાફરી શક્ય બનતી હતી.

પરંતુ હવે મુસાફરોને રાહત પહોંચે એ હેતુથી રેલવે તંત્ર દ્વારા સુરત-ઉમરગામ મેમુ ટ્રેનમાં રોજિંદી ટિકિટ લઈ મુસાફરી કરવાની સુવિધા બહાલ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં લોકો વ્યવસાય રોજગાર અર્થે અપડાઉન કરતા હોય છે ત્યારે આ એક સુવિધાથી માત્ર થોડી રાહત પહોંચશે પરંતુ લોકો ટ્રેન બંધ હોવાને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટ્રેનો વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. સુરત-ઉમરગામ ટ્રેનનું ભાડું ઘણું ઓછું છે. આ મેમુ ટ્રેનની રોજિંદી ટ્રેન ટિકિટની સુવિધાથી લોકોને રાહત થઇ છે.

IMG-20210305-WA0038.jpg

Right Click Disabled!