જામનગરમાં 12 કરોડના ખર્ચે બિસ્માર રોડનું નવિનીકરણ દિવાળી પૂર્વે પૂરું કરશે

જામનગરમાં 12 કરોડના ખર્ચે બિસ્માર રોડનું નવિનીકરણ દિવાળી પૂર્વે પૂરું કરશે
Spread the love
  • રૂ.૨ કરોડના ખર્ચે પેચવર્ક અને રૂ.૧૦ કરોડના નવા ડામર રોડ મંજૂર
  • ભારે વરસાદના લીધે શહેરમાં ધોવાઈ ગયેલા માર્ગોથી લોકો પરેશાન હતા

જામનગરમાં ઓણસાલ ભારે વરસાદના લીધે શહેરના તમામ મુખ્ય માર્ગ ધોવાઈ ગયા છે. પરિણામે વાહનચાલકો અને રાહદારીઓને આવાગમનમાં ભારે હાલાકી પડી રહી છે. શહેરમાં બિસ્માર રોડ માં રૂ.૨ કરોડના ખર્ચે પેચવર્ક અને રૂ.૧૦ કરોડના નવા ડામર રોડ મંજૂર કરવામાં આવ્યા છે. જે તમામ રોડનું દિવાળી પૂર્વે નવીનીકરણ કરવામાં આવશે. જામનગર શહેરના રોડ ચોમાસામાં ધોવાઇ જતાં શહેરીજનો રસ્તાની સમસ્યાને લઈને ભારે પરેશાન થઈ રહ્યા છે.

ત્યારે માથાના દુખાવા સમાન રોડની સમસ્યા અંગે શહેરીજનોને હાલ રાહતના સમાચાર આવ્યા છે. શહેરમાં બિસ્માર રોડમાં પેચવર્ક માટે રૂ.૨ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે નવા ડામર રોડ બનાવવા માટે રૂ.૧૦ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. બિસ્માર રોડનું કામ દિવાળી પૂર્વ જ પૂર્ણ કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તાકીદ કરી છે. દિવાળી પૂર્વે શહેરના તમામ રોડ રીપેરીંગ થતા શહેરીજનોને તહેવારના સમયે આવાગમનમાં પડતી હાલાકી પણ મહદ અંશે દૂર થશે.

– રોહિત મેરાણી (જામનગર)

d505a4c5-b587-4d85-a342-8c01bdde80a8.jpg

Right Click Disabled!