બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સહાય પેકેજ આપવા બાબતે રજુઆત

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સહાય પેકેજ આપવા બાબતે રજુઆત
Spread the love

બનાસકાંઠા જિલ્લામાં ચાલું ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે તેથી ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ઉભો પાક પાણીમાં તણાઇ ગયો છે અને નાશ પામ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાઓમાં જેમાં ભાભર, દિયોદર, કાંકરેજ થરાદ,વાવ,સુઇગામ,પાલનપુર,વડગામ,ડીસા,ધાનેરા,અમીરગઢ,લાખણી,દાંતા અને દાતીવાડા નો સમાવેશ થાય છે, જેથી બનાસકાંઠા જિલ્લામાં ચાલું વર્ષે થયેલ ભારે થી અતિભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં કૃષિ પાકને ભારે નુકસાન થવા પામેલ છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવા પામેલ છે.

ગુજરાતમાં આ વર્ષે ખરીફ પાકને વરસાદથી થયેલ નુકસાન અંગે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્રારા તારીખ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ વિધાનસભા ગૃહમાં રૂપિયા ૩૭૦૦ કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાને આ સહાય પેકેજથી વંચિત રાખેલ છે. અતિવૃષ્ટિથી સૌથી વધુ અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લો છે છતાં પણ હજુ સુધી બનાસકાંઠા જિલ્લાનો સહાય આપવામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. સાથે સાથે બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિ એવી છે કે ચાલું ચોમાસામાં વરસાદી પાણીથી બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોનાં ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે ખેતરો બેટમાં ફેરવાઇ ગયેલ છે, તેમજ બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે જેના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતો પાયમાલ બની ગયા છે.

આથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના હિત માટે યોગ્ય નિર્ણય કરી બનાસકાંઠા જિલ્લાને સહાય આપવામાં સમાવેશ કરી ઉકત સહાય પેકેજમાં થાય તે માટે જરુરી કાર્યવાહી થવા, બનાસકાંઠા જિલ્લા કિસાન એકતા સમિતિ વતી પ્રમુખશ્રી રામજીભાઈ.આર.રાઠોડ દ્વારા સરકારશ્રીને રજૂઆત પત્ર મોકલી ભલામણ સહ વિનંતી કરવામાં આવી હતી.

રિપોર્ટ :- તુલસી.બોધુ, બનાસકાંઠા
(લોકાર્પણ દૈનિક)

20200924_100721.png

Right Click Disabled!