દશેરા ૫ર્વે ફાફડા અને જલેબીના ભાવમાં વધારો

દશેરા ૫ર્વે ફાફડા અને જલેબીના ભાવમાં વધારો
Spread the love

આ વર્ષે જાહેર માર્ગોના સ્ટોલ ઉપર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. ત્યારે દુકાનો અને ફરસાણ માર્ટ ધરાવતા વેપારીઓએ પણ પેકીંગ સાથે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓનું વેચાણ સરકારી ગાઈડ લાઈન મુજબ કરવાનું રહેશે.એમ તંત્રની યાદીમાં જણાવાયું છે. જોકે આ વર્ષે ફાફડા,જલેબી અને ચોરાફળીના ભાવોમાં વર્તાતો ૨૨ ટકાનો વધારો થયો છે.

આ વર્ષે કોરોના સંક્રમણને લઈ મોટાભાગના તહેવારો,ઉત્સવો,ઉજવણીઓ અને જાહેર કાર્યક્રમો ઉપર નિયંત્રણને પગલે ઉત્સાહ ઘટયો છે.નવરાત્રીનું નવલુ પર્વ પણ ગરબાની રમઝટ વગર નીરસ જણાઈ રહયું છે.ત્યારે માતા પ્રત્યે ભક્તો આસ્થા અને શક્તિ જ દર્શાવી યથા શક્તિ ભક્તિ કરી રહયા છે.આસુરી શક્તિઓ ઉપર ધર્મના વિજય સમા વિજયા દશમીનું પર્વ દશેરા તરીકે પણ ઉજવાય છે.

ત્યારે વ્યંજન પ્રિય ગુજરાતીઓમાં દશેરાના દિવસે ફાફડા-જલેબી આરોગવાનું વિશેષ આકર્ષણ રહેલું હોય છે. કોરોનાકાળમાં આ વર્ષે રવિવારે ઉજવવામાં આવનાર દશેરા પર્વે જાહેર માર્ગો ઉપર સ્ટોલ ખડકી કરાતા ફાફડા-જલેબીના વેચાણ ઉપર તકેદારીના પગલા રૂપે પ્રતિબંધ ફરમાવાયો છે.જયારે ફરસાણ માર્ટ ના માલીકો,દુકાનદારોએ સરકારી ગાઈડ લાઈન મુજબ પૂરતી તકેદારી સાથે માસ્ક, સેનેટાઈઝર,સોશિયલ ડિસ્ટન્સ,હેન્ડ ગ્લોઝ ના પાલન સાથે જ પેકડ આઈટમોનું વેચાણ કરવાનું રહેશે.

જોકે દશેરા પર્વે હજુ સરકારના સંલગ્ન વિભાગ કે વહીવટી તંત્ર દ્વારા જરૃરી ગાઈડ લાઈનના પાલનની સત્તાવર જાહેરાત કરી નથી.અને ફ્રુડ વિભાગ આરોગ્યને માથે જયારે આરોગ્ય વિભાગ નગરપાલિકાના માથે કાર્યવાહીનું ઠીકરૃ ફોડી રહયા છે.મોડાસા હોટલ એશોસીયેશનના પ્રમુખ પ્રકાશભાઈ ભાવસાર (અપના)ના જણાવ્યા મુજબ દશેરા પર્વે એશોસીયેશનના તમામ વેપારી પૂરતી તકેદારી,ગાઈડ લાઈનનું પાલન કરશે.પરંતુ ગ્રાહકોએ પણ રાતોરાત રસ્તે ફુટી નીકળતાં બીલાડીના ટોપ જેવા સ્ટોલ ઉપરથી હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોની ખરીદી ટાળી સંક્રમણ જેવા રોગચાળાથી બચવું જોઈએ.

content_image_dac2561c-bbed-499c-a003-c125c23e46c0.jpg

Right Click Disabled!