RJDના નેતા રઘુવંશ પ્રસાદ સિંહનું નિધન

- લાલુ પ્રસાદ યાદવની પાર્ટીમાંથી ત્રણ દિવસ જ પહેલાં જ રાજીનામું આપ્યું હતું, જે પાર્ટીએ સ્વીકાર્યું નહોતું
રાષ્ટ્રીય જનતા દલ ના નેતા અને લાલુ પ્રસાદ યાદવના સૌથી અંગત રઘુવંશ પ્રસાદ સિંહનું નિધન થયું છે. તેમણે દિલ્હીની એઈમ્સ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને છેલ્લા ચાર દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેથી દાખલ કરવામાં આવ્યા હતા. રઘુવંશ પ્રસાદ સિંહ જ્યારે પટનાની એઈમ્સ હૉસ્પિટલમાં ભરતી હતા ત્યારે તેમણે 23 જૂને પાર્ટીના ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેઓ રામા સિંહના આવવાથી ખુશ ન હતા. રઘુવંશ પ્રસાદનો કોરોના રિપોર્ટ 18 જૂનના રોજ પૉઝિટિવ આવ્યો હતો. પહેલી જુલાઈએ તેમને પટનાની એઈમ્સ હૉસ્પિટલમાંથી રજા મળી હતી. રઘુવંશ પ્રસાદ સિંહ 1977માં પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા અને પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.
