રાજકોટ પોલીસે કોરોના વાયરલથી મોતને ભેટેલા 2 જવાનને આર્પી શ્રધ્ધાંજલી

વડોદરા કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા ASI અરવિંદભાઈ કાશીનાથ થોરાટ અને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિનેશકુમાર રાવસ્વરૂમ કોલીને કોરોના પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ બંને કોરોના વોરિયર્સનું ગત તારીખ. ૨૧ના રોજ તેઓનું દુ:ખદ નિધન થતા પોલીસ બેડામાં ઘેરો શોક વ્યાપી ગયો છે. તેઓની આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી ભાવના સાથે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, GCP ખુર્શીદ અહેમદ, DCP મનોહરસિંહ જાડેજા, DCP પ્રવિણકુમાર મીણા, ACP, PI, PSI સહિતના સ્ટાફે પોલીસ કમિશ્નર કચેરી ખાતે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલી આર્પી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
