એસ.ટી. બુક કરશો તો 52 સીટર બસમાં 39 જાનૈયા બેસી શકશે

એસ.ટી. બુક કરશો તો 52 સીટર બસમાં 39 જાનૈયા બેસી શકશે
Spread the love

રાજકોટ એસ.ટી. બસને લગ્ન માટે જાનમાં લઇ જવા રાજ્ય સરકારે ઓછા દરની ખાસ સુવિધા લોકોને ઉપલબ્ધ કરાવી છે, પરંતુ કોરોનાની અસરના કારણે હાલ જાનમાં લઇ જવાની એસ.ટી બસ જાન લઈ જનારને મોંઘી પડી રહી છે. કોરોના મહામારીમાં હાલ એસ.ટી બસમાં એક બસમાં 75% યાત્રિકોને જ બેસાડવાની છૂટ અપાતા હવે લગ્નમાં કોઈને જો જાનમાં એસ.ટી બસ લઇ જવી હોય તો પણ આ જ નિયમ મુજબ 52 સીટની બેઠક ક્ષમતાવાળી એક બસમાં પૂરેપૂરા 52 લોકોને બેસાડવાને બદલે માત્ર 75% એટલે કે 39 જાનૈયા જ બેસાડી શકાશે.

હવે જો કોઈ લગ્ન પ્રસંગમાં 50 જાનૈયાઓને લઇ જવાના હોય તો ના છૂટકે બે એસ.ટી બસ બુક કરવી પડે અને વધુ પૈસા ખર્ચવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.જાન લઈ જનારને ડબલ ચાર્જનો ડામધારો કે કોઈ લગ્ન માટેના પ્રસંગમાં 50 જાનૈયાને લઇ જવાના છે.બસની સીટિંગ વ્યવસ્થા 52 સીટની છે પણ નિયમ 39 સીટમાં યાત્રિકો બેસાડવાનો છે. હવે બસ બુક કરનાર વ્યક્તિ એક બસમાં માત્ર 39 જાનૈયા જ બેસાડી શકશે.બાકીના 11 જાનૈયાને સમાવવા માટે તેણે બીજી બસ કે વ્યવસ્થા કરવી પડશે.

અગાઉ એક બસમાં બધા સમાય જતા, હવે 50 યાત્રિક સમાવવા બે-બે બસ કરવી પડે તેવી સ્થિતિ.દિવાળી બાદ લગ્નના મુહૂર્ત, બુકિંગ ઠંડુંદિવાળી બાદ લગ્ન માટેના શુભમુહૂર્ત શરૂ થઇ રહ્યા છે. લોકડાઉનથી લઈને અત્યાર સુધી ન થઇ શકેલા લગ્નો હવે અનલોકમાં થવાના હોય શહેરમાં ઠેર ઠેર લગ્ન માટેની તૈયારીઓ લોકો કરી રહ્યા છે, પરંતુ એસ.ટી તંત્રના એક બસમાં માત્ર 75 ટકા યાત્રિકો જ બેસાડવાનો નિયમ જાનૈયાઓને મોંઘું પડે તેવી સ્થિતિ હોય હજુ સુધી લગ્ન માટેના કોઈ બુકિંગ એસ.ટીમાં નોંધાયા નથી. રાજકોટ ડિવિઝન હેઠળ આવતા મોરબી, ગોંડલ, સુરેન્દ્રનગર, જસદણ, ધ્રાંગધ્રા સહિતના ડેપોમાં પણ હાલ લગ્ન માટેની બસ બુકિંગ ઠંડું છે.

30_1604015849.jpg

Right Click Disabled!