સુરત જિલ્લા પંચાયતમાં દાખલાની કામગીરી શરૂ

સુરત જિલ્લા પંચાયતમાં દાખલાની કામગીરી શરૂ
Spread the love

સુરત ગામવાસીઓને દાખલા કઢાવવા માટે પડતી મુશ્કેલીને ધ્યાને લઇને મુખ્યમંત્રીએ દાખલા આપવાની સત્તા ગ્રામ પંચાયતોને સોંપી છે પરંતુ જિલ્લા પંચાયતના અધિકારીઓની ઢીલી નિતીના કારણે માત્ર 73 ગ્રામ પંચાયતમાં જ કામગીરી શરૂ કરવામાં આવતા અંતરિયાળ ગામોનો લોકોને હાલાકી પડી રહી છે.ગામમાં રહેતા વિદ્યાર્થીઓને શાળા કોલેજમાં પ્રવેશ માટે જરૂરી આવક, જાતિના દાખલા કઢાવવામાં ભારે તકલીફ પડી રહી છે.

મુખ્યમંત્રીએ લોકોને હાલાકી ન પડે તે માટે રેશનકાર્ડ, આવકના દાખલા અને જાતિના દાખલા કાઢી આપવાની સહિતની 21 જાતની વિવિધ સુવિધાઓ આપવાની જાહેરાત સાથે સત્તા ગ્રામ પંચાયતને સોંપવામાં આવી છે. ત્યારે સુરત જિલ્લા પંચાયતની ઢીલી નિતીના કારણે લોકોને આ લાભ મળી શકતો નથી. જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકે જણાવ્યું હતું કે, સુરત જિલ્લાના બારડોલી તાલુકાની 7,ચોર્યાસી તાલુકાની 8,કામરેજ તાલુકાની 2,મહુવા તાલુકાની 1,માંડવી તાલુકાની 24,માંગરોળ તાલુકાની 6,ઓલપાડ તાલુકાની 11,પલસાણા તાલુકાની 3,તથા ઉમરપાડા તાલુકાની 11 મળી કુલ 73 ગ્રામ પંચાયતોમાં જ સદર સુવિધાઓની શરૂ કરાઇ છે.

content_image_f2b1a08b-1a59-4ceb-9700-3b4ab5ec25d2.jpg

Right Click Disabled!