સાસરિયાનાં ત્રાસથી મરી જવા પરિણીતા મજબૂર

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રહેતા હાજીબેન જુમાભાઈ વારિયા ટીટોડી વાડીમાં રહેતા અને પરણેલી તેની પુત્રીને તેણીના સાસરિયાઓએ લગ્નજીવન દરમિયાન નાની-મોટી બાબતોમાં બોલાચાલી કરી મેણા ટોણા મારી ગાળો કાઢી શારીરિક-માનસિક દુઃખ-ત્રાસ આપતા તણીની પુત્ર ગળેફાંસો ખાઈ લેતા હાજુબેને તેના સાસરિયા સલીમ મહમદ શેખ, ભાનુબેન મામદ, મુમતાઝ બાબુભાઈ અને યાસ્મીન મામદ સાથે દુ:ખ-ત્રાસ આપી પોતાની પુત્રીને મરી જવા મજબૂર કરવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સાસરિયાઓ સામે કલમ લગાવી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
– રોહિત મેરાણી (જામનગર)
