ભૂમાફિયાઓ સામે પગલાં લેવા સતવારા વિદ્યાર્થી પાંખ માંગ

Spread the love
  • પરિવારને રક્ષણ આપો તેમજ અન્ય જમીન પેશકદમી દૂર કરાવો

જામનગર મેડીકલ સ્ટોરના માલિક કથીત ભૂમાફિયાઓના ત્રાસથી આપઘાત કરી લીધાના પ્રકરણમાં સમસ્ત સતવારા વિદ્યાર્થી સંગઠન દ્વારા ભૂમાફિયાઓ સામે કડક પગલાં ભરાઇ, પરિવારને સુરક્ષા અપાઈ તેમજ અન્ય ગેરકાયદેસર જમીનમાં પેશકદમી થઈ હોય તેની સામે પગલાં લેવા એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જામનગર શહેરમાં મેડીકલ સ્ટોરના માલિક હિતેશભાઈ ચંદ્રકાન્તભાઇ પરમાર તા.૯ ઓકટોબર ૨૦૨૦ના રોજ પોતાના ઘરે ભૂમાફિયાઓને ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી.

જેનો ઉલ્લેખ તેણે તેની સુસાઈડ નોટમાં કરી હતી. આ બાબતે સમસ્ત સતવારા વિદ્યાર્થી પાંખ દ્વારા એસપી દિપેન ભદ્રને આવેદનપત્ર પાઠવીને માંગણી કરવામાં આવીને કોઈ પણ દબાણ વગર નિષ્પક્ષ તપાસ થાય, પીડિત પરિવારને સુરક્ષા આપવામાં આવે તેમજ જામનગર તાલુકામાં પણ બીજી અનેક જગ્યામાં ગેરકાયદેસર પેશકદમી થઈ છે તેની સામે પગલાં ભરવાની માગણી સતવારા સમાજ દ્વારા કરવામાં આવી છે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!