જી.જી. હોસ્પિટલમાં કોરોનાના વયસ્ક દર્દી માટે સૌરાષ્ટ્રનો પ્રથમ જીરીયાટ્રીક વોર્ડ શરૂ

જી.જી. હોસ્પિટલમાં કોરોનાના વયસ્ક દર્દી માટે સૌરાષ્ટ્રનો પ્રથમ જીરીયાટ્રીક વોર્ડ શરૂ
Spread the love
  • અધિક મુખ્ય સચિવની સુચના મુજબ અનુભવી નર્સીંગ સ્ટાફની નિમણુંક
  • પ્રાથમિકથી લઇ ઇમરજન્સી સારવારમાં કોઈ તકલીફ ઊભી ન થાય તેની તકેદારી રખાશે

જામનગરમાં કોરોનાનો મૃત્યુદર ઘટાડવા તંત્ર ઉંધા માથે કામગીરીમાં લાગ્યું છે ત્યારે વયસ્ક દર્દી માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રનો પ્રથમ અને રાજ્યનો બીજો જીરિયાટ્રિક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ વૉર્ડમાં ૬૦ વર્ષથી વધુ વયના કોરોનાગ્રસ્ત દર્દીઓને અલાયદી સારવાર સાથે સારસંભાળ અને માનસિક સધિયારો આપવામાં આવશે. પ્રાથમિકથી લઇ ઈમરજન્સી સારવારમાં કોઈ તકલીફ ઊભી ન થાય તેની ખાસ તકેદારી રખાશે તથા અનુભવી નર્સીંગ સ્ટાફની નિમણૂક કરાશે.

જામનગરમાં કોરોનાનો મૃત્યુદર ઘટાડવા તંત્ર ઉંધા માથે

જામનગરમાં કોરોનાના સંકમણે માઝા મૂકી છે. ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વૃધ્ધો આ મહામારીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સપડાય છે. ત્યારે વયસ્ક દર્દીઓ માટે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના માર્ગદર્શન હેઠળ જી.જી.ની કોવિડ હોસ્પિટલમાં જીરિયાટ્રિક કોવિડ વૉર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે.

– રોહિત મેરાણી (જામનગર)

G-G-Hospital-2.jpg

Right Click Disabled!