કરુણાનો સાગર : ભૂખ્યા બાળકોને ખવડાવવા માએ પોતાના વાળ કપાવી નાંખ્યા…!

કરુણાનો સાગર : ભૂખ્યા બાળકોને ખવડાવવા માએ પોતાના વાળ કપાવી નાંખ્યા…!
Spread the love

મા એ પ્રેમની એક એવી મૂર્તિ છે જે તેના બાળક માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે, પરંતુ તે તેના બાળકને ભૂખ્યા જોઈ શકતી નથી. આજે અમે આ લેખમાં આવી જ એક વાર્તા કહેવા જઈ રહ્યા છીએ, તેના વિશે સાંભળીને તમે ચોંકી જશો. આ વાત તામિલનાડુના સલેમ શહેરની છે, જ્યાં 3 સંતાનોની માતા પ્રેમા (31) તેના ભૂખ્યા બાળકોને ખવડાવવા માટે તેના માથાના બધા જ વાળ કાઢી દીધા અને તેને 150 રૂપિયામાં વેચી દીધા. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રેમાના પતિ સેલ્વને દેવાના કારણે આત્મહત્યા કરી લીધી હતી.

પ્રેમા અને સેલ્વન બનેં ઈંટોના ભઠ્ઠામાં મજૂર હતા અને પોતાનું જીવન જરૂરિયાત વસ્તુઓ માટે તેમણે અનેક વખત લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા. બંનેએ ઉપર અઢી લાખથી વધુનું દેવું થઈ ગયું હતું. દેવાના બોજ હેઠળ દબાયેલા પતિએ હેરાન થઈ આત્મહત્યા કરી લીધી. પરંતુ પ્રેમાએ પોતાના બાળકો માટે જીવન જીવવાનું પસંદ કર્યું. જયારે પ્રેમાની પાસે પૈસા ખતમ થઈ ગયા તો તેણે પોતાના મિત્રો અને સંબંધીઓ પાસે તેણે રૂપિયાની માંગણી કરી પરંતુ કોઈ મદદ માટે આગળ આવ્યા નહીં. અંતે ગામના એક માણસે પ્રેમા સામે એક પ્રસ્તાવ મૂક્યો.

યુવકે કહ્યું કે, જો તે (પ્રેમા) પોતાના માથાના બધા વાળ આપી દે તો બદલામાં તે પૈસા આપશે. ત્યારે પ્રેમાએ વિચાર્યા વગર જ પોતાના માથાના તમામ વાળ કપાવી લીધા. જેના બદલામાં પ્રેમાને 150 રૂપિયા મળ્યા. જેનાથી પ્રેમાએ પોતાના બાળકોને જમાડ્યા. પ્રેમાની કહાની વિશે જ્યારે એક ગ્રાફિક ડિઝાઇનરને ખબર પડી, ત્યારે તેણે સોશિયલ મીડિયા દ્વારા પ્રેમા માટે ફંડ એકત્રીત કર્યું. જેના થકી પ્રેમા માટે આશરે 1.45 લાખ રૂપિયા જમા થયા. સાથે જ જિલ્લા વહીવટીતંત્રે પ્રેમાને માસિક વિધવા પેન્શન આપવાની પણ મંજૂરી આપી છે.

રિપોર્ટ : યોગેશ પટેલ
લોકાર્પણ અરવલ્લી

Screenshot_20210110_141940.jpg

Right Click Disabled!