DSP દિકરીને જોઈને ઈન્સ્પેક્ટર પિતાએ કરી સલામ… સોશિયલ મીડિયામાં છવાય તસ્વીર

DSP દિકરીને જોઈને ઈન્સ્પેક્ટર પિતાએ કરી સલામ… સોશિયલ મીડિયામાં છવાય તસ્વીર
Spread the love

દરેક માતા-પિતાની મહત્વકાંક્ષા હોય છે કે, તેનો દિકરો કે દીકરી સફળતાના શિખરો સર કરે.. પોતાના સંતાનોની સફળતા તેમના માટે સૌથી મોટી ખુશી હોય છે.. આવો જ એક કિસ્સો આંધ્રપ્રદેશના તિરૂપતિમાં જોવા મળ્યો છે.. ખાખી વર્દીમાં સજ્જ ડીએસપી દિકરીને સેલ્યુટ કરતા તેના પિતા આંધ્રપ્રદેશ પોલીસમાં ઈન્સ્પેક્ટર છે.. DSP દિકરીને જોઈને ઈન્સ્પેક્ટર પિતાએ કરી સલામની આ તસ્વીર ખુબજ વાયરલ થઈ રહી છે..

આંધ્રપ્રદેશ પોલીસમાં સર્કલ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ નિભાવતા શ્યામ સુંદરે ઓન ડ્યૂટી પોતાની ડીએસપી દિકરીને સેલ્યૂટ કરતી તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચાનો વિષય બની છે.. લોકો આ તસ્વીર જોઈને પિતા અને પુત્રીની ખુબજ પ્રશંસા કરી રહ્યાં છે.. આ તસ્વીરમાં સર્કલ ઈન્સ્પેક્ટર શ્યામ સુંદરે પોતાની દિકરીને નમસ્તે મેડમ કહીને સલામ કર્યું તો સામે દિકરી પ્રશાંતિએ પણ પિતા સુંદરને સેલ્યુટ કરી… આંધ્રપ્રદેશ પોલીસે આ તસ્વીરને સોશિયલ મીડિયા પર શેર કરી છે.. ત્યાર બાદ જોતજોતામાં આ તસ્વીર ખુબજ વાયરલ થઈ રહી છે.

Screenshot_20210105_153750.jpg

Right Click Disabled!