લોકલ ટ્રેનમાં ભારે ભીડ જોઈને પ્રશાસનને હેરાન કરી મૂક્યું

લોકલ ટ્રેનમાં ભારે ભીડ જોઈને પ્રશાસનને હેરાન કરી મૂક્યું
Spread the love

મુંબઈ સરકારી કર્મચારીઓ જો પોતે સોશ્યલ ડિસ્ટન્સ અને સુરક્ષાના નિયમોનું પાલન નથી કરતા તો શા માટે કોવિડના નામે સામાન્ય જનતાને પ્રવાસ કરવાની અનુમતિ નથી આપવામાં આવતી? ભારે વરસાદને લીધે મુંબઈની લોકલ સેવા ઠપ થતી જોઈ છે પણ આ વખતે વરસાદ દરમ્યાન ટ્રેનમાં ઊભરાયેલી જનમેદનીએ રેલવે પ્રશાસનને હેરાન કરી મૂક્યું છે.

વાસ્તવમાં કોરોનાના આ સમયમાં સોશ્યલ ડિસ્ટન્સ અને સુરક્ષાના નિયમોની ઐસી કી તૈસી કરી ભરચક લોકલ ટ્રેનનો એક વિડિયો વાઇરલ થયો છે જેણે રેલવે પ્રશાસનના સામાન્ય જનતા માટે લોકલ ટ્રેનમાં પ્રવાસ ન કરવાના નિર્ણય પર અનેક સવાલ ખડા કરી દીધા છે. શું છે વિડિયોમાં? વાઇરલ થયેલા વિડિયોમાં સોશ્યલ ડિસ્ટન્સ અને સુરક્ષાના નિયમોનું પાલન ન કરી પ્રવાસ કરતા લોકો ખાસ કરીને સરકારી કર્મચારીઓ જોવા મળે છે

જેના બાદ કેટલાક એનજીઓએ સવાલ ઊભા કર્યા હતા ટીમ પોથોલ્સ વૉરિયર્સના મુશ્તાક અન્સારીએ ટ્વિ ટર પર આ વિડિયો પોસ્ટ કર્યો હતો જે મુંબઈના છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ દરમ્યાન લેવાયો હોવાનું માનવામાં આવે છે. વૉટ્સઍપ પર આ વિડિયો અનેક સ્ટેશનના નામે ફરી રહ્યો છે. સામાન્ય સેવા શરૂ કરવાની માગણી આ વિડિયોથી ગુસ્સે ભરાયેલી જનતાએ ટ્રેન-સર્વિસને સામાન્ય જનતા માટે શરૂ કરવાની માગણી કરી હતી.

એક પ્રવાસીએ કહ્યું કે સોશ્યલ ડિસ્ટન્સ નામનું હોવાથી એનું પાલન સરકારી બસમાં પણ કરવામાં નથી આવતું. વળી પ્રાઇવેટ વેહિકલ લોકોનાં ખિસ્સાં ખાલી કરી રહ્યા છે અને પગારકાપ છે એ જુદો અન્ય એક પ્રવાસી અનુજ સકસેનાએ સરકાર પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે કયા સરકારી કર્મચારી આ પ્રવાસ કરે છે?

સરકારી કર્મચારીઓ જો પોતે સોશ્યલ ડિસ્ટન્સ અને સુરક્ષાના નિયમોનું પાલન નથી કરતા તો શા માટે કોવિડના નામે સામાન્ય જનતાને પ્રવાસ કરવાની અનુમતિ નથી આપવામાં આવતી?’ રેલવેનું તપાસ કરવાનું આશ્વાસન વેસ્ટર્ન ઝોનલ યુઝર્સ કન્સલ્ટિવ કમિટીના ભૂતપૂર્વ સભ્ય શૈલેશ ગોયલે કહ્યું કે આવા કપરા દિવસોમાં લોકોએ જાતે સમજવું જોઈએ કે તેમણે શક્ય એટલો પ્રવાસ ઓછો કરવો આ ઉપરાંત રેલવેએ આ સંદર્ભે દર વખતની જેમ તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે.

2509Train_d.jpg

Right Click Disabled!