રાજકોટ મહાનગર પાલિકામાં પદાધિકારીઓની પસંદગી શરૂ

રાજકોટ મહાનગર પાલિકામાં પદાધિકારીઓની પસંદગી શરૂ
Spread the love

રાજકોટ મહાપાલિકામાં ભાજપની ગત ટર્મ કરતા ૩૦ બેઠકો વધી છે અને ૭૨માંથી ૬૮ બેઠકો થઈ છે પણ તે પૈકી ૪૦ કોર્પોરેટરો નવા છે ત્યારે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, શાસકપક્ષના નેતા એ ચાર પદ માટે કોર્પોરેટરની પસંદગીની પ્રક્રિયા અનૌપચારિક રીતે શરૂ થઈ ગયાનું જાણવા મળે છે. આ માટે ડઝનેક નામો ચર્ચામાં આવ્યા છે. ખાસ કરીને ધારાસભાની ઈ.સ. ૨૦૦૭ અને ૨૦૧૨માં જીતેલા છતા સરકારમાં કોઈ પદ નહીં મેળવનાર ભાનુબેન બાબરિયા હવે કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે અને તેમને મહત્વનું પદ મળી શકે છે તો ગત ટર્મમાં ડેપ્યુટી મેયર રહેલા અને સંઘ પરિવારમાં જન્મેલા વ્યવસાયે તબીબ દર્શિતા શાહ બીનવિવાદાસ્પદ છબીના કારણે મહત્વનું સ્થાન અપાવાની વકી છે.

આ ઉપરાંત નેહલ શુક્લ સિન્ડીકેટના સભ્ય સહિત અન્ય પદ ઉપર છે અને કોર્પોરેટર ચૂંટાયા છે, તે ધનાઢ્ય છે અને તેમની સામે ગુના પણ નોંધાયેલા છે પરંતુ, મુખ્યમંત્રી નજીકના ગણાય છે. તો આ જ રીતે ગત ટર્મના કોર્પોરેટર અને કોંગ્રેસના મજબૂત ઉમેદવારને હરાવીને આ વખતે જીતેલા જયમીન ઠાકર અને પ્રથમવાર મનપામાં ચૂંટાયેલા પણ અગાઉ શિક્ષણ સમિતિમાં ચેરમેન રહેલા દેવાંગ માંકડની તથા નિલેશ જલુની પણ પસંદગી થઈ શકે છે. તો પૂષ્કર પટેલને ગત ટર્મમાં જ સ્થાયી સમિતિ ચેરમેનનું મહત્વનું પદ તથા તેના પરિવારમાં વર્ષોથી ટિકિટ પણ અપાતી રહી છે.

કમલેશ મિરાણીના તે જોડીદાર હોવાના નાતે અને વોર્ડમાં પણ તે આયાતી ઉમેદવાર અને ભાગ્યે જ દેખાતા હોવા છતાં શહેર પ્રમુખના કામોથી આસાનીથી જીતી ગયા હોય તેમને પણ પદ અપાય અથવા અન્ય કોઈ પાટીદારને પદ અપાય તેવી શક્યતા છે. આ ઉપરાંત ડો. મોરઝરીયા તથા ઉપલાકાંઠાના વોર્ડ નં.૧૬, ૧૭, ૧૮માંથી કોઈને મેયર,સ્ટેન્ડીંગ ચેરમેનનું પદ નહીં તો ડેપ્યુટી મેયર, શાસકપક્ષના નેતાનું પદ મળે તેવી ચર્ચાએ જોર પકડયું છે. એકંદરે ભાજપ આ પસંદગી દોઢ વર્ષ પછી આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને, લોકો સમક્ષ શિક્ષિત, બીનવિવાદાસ્પદ ચહેરાને રજૂ કરી શકાય તેવી રીતે પસંદગી કરે તેમ જાણકારોનું માનવું છે.

EuDFRV1XEAkS9_9.jpg

Right Click Disabled!