સીરમમાં આગ : વેક્સિનના પર કોઈ અસર નહી : CEO

સીરમમાં આગ : વેક્સિનના પર કોઈ અસર નહી : CEO
Spread the love

વેક્સિનના ઉત્પાદન પર કોઈ અસર નહીં થાય અંડર કન્સ્ટ્રકશન બિલ્ડિંગમાં લાગેલી આગમાં પાંચ જણનાં મોત સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગવા છતા કંપનીના સીઇઓએ કહ્યુંસીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગવા છતાં કંપનીના સીઇઓએ કહ્યુ ઑક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા ફાર્મસીએ વિકસાવેલી વેક્સિનનું ઉત્પાદન કરતી પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટના પરિસરના બાંધકામ હેઠળના મકાનમાં બપોરે આગ લાગતાં પાંચ જણના મૃત્યુ થયા હતા.

અને ફાયર બ્રિગેડના જવાનોએ નવ જણને સલામત રીતે બહાર કાઢ્યા હતા. આગની દુર્ઘટનાને કારણે કોરોના વિરોધી રસીના ઉત્પાદનને કોઈ અસર થઈ નહોતી. રાજ્ય સરકારે આ દુર્ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો હોવાનું નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ સંબંધિત અધિકારીઓ પાસેથી દુર્ઘટનાની માહિતી મેળવી હતી.પુણેના મંજરી વિસ્તારની ફાર્માસ્યુટિકલ ફેક્ટરીના જે મકાનમાં આગ લાગી એ કોવિશિલ્ડ રસીના ઉત્પાદન એકમથી એક કિલોમીટર દૂર હોવાથી વેક્સિનના ઉત્પાદનને કોઈ અસર થઈ નથી.

એ ઠેકાણે એકાદ મહિના પછી કોવિશિલ્ડનું ઉત્પાદન કરવાનું આયોજન હોવાનું જાણવા મળ્યું હતું. સીરમના સીઇઓ અદાર પૂનાવાલાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં પાંચ મૃતકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા સાથે પુણે પોલીસ અને સ્થાનિક ફાયર બ્રિગેડનો આભાર માન્યો હતો. તેમણે રાષ્ટ્રની એન્ટી કોરોના વેક્સિનેશન ડ્રાઇવના મુખ્ય આધાર રૂપ કોવિશિલ્ડ વેક્સિનના ઉત્પાદનને કોઈ અસર નહીં થવાની બાંયધરી આપી હતી.

બપોરે ૨. ૪૫ વાગ્યે સીરમના એસઇઝેડ- ૩ બિલ્ડિંગના ચોથા અને પાંચમા માળે આગના ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી. પુણેનાં નાયબ પોલીસ કમિશનર નમ્રતા પાટીલે જણાવ્યું હતું પંદરેક ફાયર એન્જિન્સ સાથે આવેલા ફાયર બ્રિગેડના જવાનોએ ત્રણેક કલાકમાં આગ બુઝાવી હતી અને નવ જણને બચાવવા ઉપરાંત પાંચ જણના મૃતદેહો બહાર કાઢ્યા હતા.ચીફ ફાયર ઑફિસર પ્રશાંત રણપિસેએ પાંચ જણના મૃત્યુના સમાચારને સમર્થન આપતાં જણાવ્યું હતું કે દુર્ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આગમાં ફર્નિચર, વાયરિંગ અને કેબિન્સ બળી ગયાં છે. જે માળ પર આગ લાગી ત્યાં મહત્વના યંત્રો કે સાધનો રાખવામાં આવ્યા નહોતા.

serum02_d.jpg

Right Click Disabled!