કૃષિ કાયદાની સામેના આંદોલનના પગલે અનેક ટ્રેનો રદ્દ

કૃષિ કાયદાની સામેના આંદોલનના પગલે અનેક ટ્રેનો રદ્દ
Spread the love

સંશોધિત કૃષિ કાયદાની સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે ભારતીય રેલવેની પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ કરાણે રેલવેએ કેટલીક ટ્રેન કેન્સલ કરી છે. તો કેટલીક ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તર રેલવેએ આ જાણકારી પોતાના ઓફિશીયલ ટ્વિટર હેન્ડલ ઉપર આપી છે.ટ્વિટ કરીને આપી.

આ માહિતી પોતાના ટ્વિટમાં રેલવે લખ્યું છે કે, 22439/22440 વંદેભારત એક્સપ્રેસ નવી દિલ્હીથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને 02029/02030 નવી દિલ્હી અમૃતસર શતાબ્દી સહિત ઘણી ટ્રેન સેવાઓ ખેડૂત આંદોલનના કારણે 18-10-2020 સુધી રદ કરી દેવામાં આવી છે. ખેડૂત આંદોલન બંધ થતા જ સેવાઓ ફરી શરૂ કરી દેવામાં આવશે. પોતાના ટ્વિટની સાથે જ રેલવેએ આ તમામ ટ્રેનોની લિસ્ટ પણ આપ્યું છે.

જેના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે કે અથવા કેન્સલ કરવામાં આવી છે. નવી દિલ્હી-જમ્મુ તવી- નવી દિલ્હી રાજધાની સ્પેશયલ, નવી દિલ્હી-કાલકા-નવી દિલ્હી શતાબ્દી સ્પેશયલ સહિત 9 ટ્રેનોને કેન્સલ કરી દેવામાં આવી છે. તો 19 ટ્રેનો આંશિક રૂપથી કેન્સલ કરવામાં આવી છે. અમૃતસર બ્રાંદ્રા ટર્મનસ એક્સપ્રેસ, ધનબાદ-ફિરોજપુર એક્સપ્રેસ, કલકતા-અમૃતસર વિગેરે ટ્રેનો છે.

rail-3-3-960x640.jpg

Right Click Disabled!