ઉગ્ર આંદોલનને કારણે શામળાજી-ઉદયપુર હાઈવે બંધ, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

ઉગ્ર આંદોલનને કારણે શામળાજી-ઉદયપુર હાઈવે બંધ, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
Spread the love
  • રાજસ્થાનના નેશનલ હાઈ વે નંબર 8 નજીક કાંકરી ડુંગર પર વિરોધ પ્રદર્શન
  • શિક્ષકની ભરતીની માંગના આંદોલનને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓનું સમર્થન
  • આંદોલનમાં પથ્થરમારામાં 4થી વધારે ગાડીઓ સળગાવવામાં આવી હતી

શિક્ષકની ભરતીની માંગને લઇને ચાલી રહેલું આંદોલન ની અસર છેક ગુજરાત સુધી જોવા મળી છે. છેલ્લાં 10-12 દિવસથી રાજસ્થાનના નેશનલ હાઈ વે નંબર 8 નજીક કાંકરી ડુંગર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે આ વિરોધ પ્રદર્શને ગુરુવારના રોજ ગઇ કાલે આક્રમક અને ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. મોડી રાત્રે શામળાજી હાઇવે પર હજારોની સંખ્યામાં લોકો ઉતરી આવ્યા હતાં. જો કે અરવલ્લી પોલીસે ટોળાંને હિંસા કરતા અટકાવ્યા હતાં. હાલમાં શામળાજી – ઉદયપુર નેશનલ હાઈ વે બંધ કરી દેવામાં આવ્યો છે.

ડુંગરપુર પાસે અસંખ્ય વાહનોમાં આગચંપીની ઘટના ઘટી હતી. જેના કારણે શામળાજી પોલીસ દ્વારા ટ્રાફિક ડાર્યવર્ટ કરવામાં આવી રહ્યો છે. ઉદયપુર જતા વાહનોને ભિલોડાથી ડાયવર્ટ કરવામાં આવ્યાં છે અને ભિલોડાથી આ વાહનોને અંબાજી, આબુ રોડ ડાયવર્ટ કરવામાં આવ્યાં છે. શામળાજી-ઉદયપુર નેશનલ હાઇ વે નંબર 8 બંધ કરવામાં આવતા લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડુંગરપુર પાસે આંદોલનકારી ઓએ ઘણી ગાડીઓને આગચંપી કરી છે. આ આંદોલનને ઉત્તર ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓએ પણ સમર્થન આપ્યું છે.

શામળાજી તરફ આવતા ટ્રાફિકને અંબાજી તરફ ડાયવર્ટ કરાયો

ગઈ કાલે મોડી રાત્રે કાંકરી ડુંગરી પાસે હિંસા થઈ હતી. જેમાં પથ્થરમારામાં 4થી વધારે ગાડીઓ સળગાવવામાં આવી હતી. રાજસ્થાનમાં અનામત આંદોલન ના મામલામાં અમદાવાદ-ઉદયપુર હાઇવે ગત રાત્રિથી જ બ્લોક કરી દેવાયો છે. આ કારણે નેશનલ હાઇવે પરનો ટ્રાફિક ડાયવર્ટ કરી દેવાયો છે. શામળાજી તરફ આવતા ટ્રાફિકને અંબાજી તરફ ડાયવર્ટ કરાયો છે. આ ઉપરાંત હિંસા અને ઉગ્ર વાતાવરણને કારણે અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શામળાજી આશ્રમ ચોકડીથી વાહનોને ડાયવર્ટ કરી દેવાયા છે.

નોંધનીય છે કે શિક્ષક ભરતી 2018માં સામાન્ય વર્ગથી ખાલી પડેલી 1167 જગ્યાઓને ST વર્ગના વિદ્યાર્થીઓથી ભરવાની માંગને લઈને ST વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન (sikashak andolan news udaipur) ચલાવવામાં આવી રહ્યું છે. તેઓ અને તેમનાં સમર્થકો છેલ્લાં 18 દિવસોથી ભૂવાલી ગામના કાંકરી ડુંગરી પર વિરોધ કરી રહ્યાં છે. ત્યારે ગઈ કાલે સાંજે તેઓએ રાજસ્થાનનો નેશનલ હાઈવે ચક્કાજામ કરી દીધો હતો. આ મામલે સીએમ અશોક ગેહલોતે પણ તેમના ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી.

અહેવાલ : યોગેશ પટેલ (અરવલ્લી)

IMG_20200925_130326-2.jpg Screenshot_20200925_130131-1.jpg IMG_20200925_130209-0.jpg

Right Click Disabled!