હલવદના સુંદરી ભવાની ગામે શંકરસિંહ વાઘેલાએ શુભેચ્છા મુલાકાત લીધી

ગુજરાત પ્રદેશ પ્રજા શક્તિના અઘ્યક્ષ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા શનિવારે અમદાવાદથી મોરબી જતાં હતાં ત્યારે. મોરબી જિલ્લાના હળલદ તાલુકાના સુંદરી ભવાની ગામે રહેતા કોંગ્રેસના પાયાના કાયૅરત અને કોંગ્રેસ અગ્રણી એવા ઘોઘજીભાઈ પરમારના ઘરે એ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ઘોઘજી ભાઈ પરમારના પરિવાર સાથે અને ગામના આગેવાન સાથે બેઠક યોજી હતી ત્યારે બાદ મોરબી જવા રવાના થયા હતા. આ પ્રસંગે હળવદ તાલુકાના કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ડો. કે. એમ. રાણા. પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ના મહામંત્રી ઘનશ્યામભાઈ પરમાર, ગામના સરપંચ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
