ભાવનગર જિલ્લા પત્રકાર એકતા સંગઠનનું સ્નેહ મિલન યોજાયું

- પત્રકાર એકતા સંગઠન ગુજરાતના પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના અધ્યક્ષ સ્થાને મીટીંગ…
- પાલીતાણા,તળાજા,ઉમરાળા અને બોટાદના પત્રકારોની તેમજ સ્થાનિક પત્રકારોની વિશાળ હાજરી
પ્રદેશ અધ્યક્ષ દ્વારા ખાસ તૈયાર કરાયેલ દિવાળી અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ભાવનગર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા સંગઠનનું સ્નેહ મિલન અધિવેશન યોજાયું. જિલ્લા પ્રમુખ વિષ્ણુભાઈ યદવ સહિત પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગીરવાનસિહ સરવૈયા, મહા મંત્રી શ્રી આર.બી.રાઠોડ, ઉદયભાઈ રાઠોડ, જલદીપ ભાઈ ભટ્ટ, દીપક ઠક્કર,કડેલ સહિત આશરે ૧૦૦ કરતા વધુ પત્રકારો એ સ્નેહ મિલનમા ભાગ લીધો હતો. કેશુભાઈ સોલંકી ના સ્વાગત પ્રવચન બાદ સૌ એ નવા વર્ષના સાલમુબારક કરી નવા વર્ષમાં દેશ અને પત્રકારત્વની સ્થિતિમાં સુધારો થાય…કોરોના મુક્ત ભારત બને તેવી આશા વ્યક્ત કરી હતી.
શુભેચ્છા સંદેશ બાદ પત્રકાર સંઘ ભાવનગર નું સત્તાવાર વિલીનીકરણ ની જાહેરાત ઉદયભાઈ રાઠોડે કરી અને પત્રકાર એકતા સંગઠન મા જોડાયા હતા..નવા જોડાનાર તમામ ને ફૂલહાર કરી આવકારી શુભેચ્છા પાઠવી હતી. સૌરાષ્ટ્ર કિંગ સાંધ્ય દૈનિક ના વિરાજ વ્યાસ,ગુજરાત મેસેજ દૈનિકના જાડેજા,સૌરાષ્ટ્ર પ્રતિબિંબ ના રઉફ ભાઈ સહિત સૌને આવકારી, ફૂલહાર થી સ્વાગત કર્યું હતું અને સંગઠન મા સમાવેશ કર્યો હતો. અંતે અધ્યક્ષ સ્થાને થી પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા એ જણાવ્યું હતું કે એક માત્ર પત્રકાર એકતા સંગઠન ગુજરાત ના સીમાડા સર કરી ૨૨ જિલ્લા અને તાલુકા સમિતિ સાથે પૂર્ણ થયું છે…કોરોના બાદ બાળકીનું કામ પૂર્ણ કરવા ખાતરી આપી હતી..સરકાર સમક્ષ ૧૨ માગણીઓ લેખિતમાં રજૂ કરી છે.
દરેક જિલ્લા આવેદન અપાયા છે..અને ધારાસભ્યો તેમજ સાંસદ સભ્ય ને આવેદન આપી તેઓના ભલામણ પત્રો પણ લખાવ્યા છે. ગુજરાત એક માત્ર રાજ્ય પત્રકારો ની અવગણના કરનારી સરકાર છે..૨૫ વર્ષ પહેલાં જે સુવિધાઓ પત્રકારો માટે નક્કી થઈ હતી અને ચાલુ હતી તે છીનવાઈ રહી છે…મોંઘવારી નો લાભ માત્ર પત્રકારોને નથી મળતો..છતાં ભક્ત નું કલંક ગુજરાત ના પત્રકારો ઉપર છે.. અંતે સંગઠનમાં નવનિયુક્ત હોદ્દેદારો નું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી. સમીર બાવાણી ની હાજરી ને આવકારી સલીમભાઈ નાં યોગદાન ને યાદ કરી સમીર ને સ્ટેટ આઇ.ટી.સેલ ની જવાબદારી સોંપવામાં આવી હતી…અને તમામ પત્રકારોને મૌન પાળી સ્વ : સલીમભાઈ બાવાણી ને શ્રધ્ધાંજલી પાઠવી હતી.
છેલ્લે પ્રદેશ અધ્યક્ષ દ્વારા તૈયાર કરવામાં આવેલ” સૌરાષ્ટ્ર કિંગ” નાં દિવાળી અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું.. સમગ્ર મીટીંગ નું ફોટોગ્રાફી દીપક ઠક્કર દ્વારા કરવામાં આવેલ..છેલ્લે આભાર વિધિ જિલ્લા મહા મંત્રી શ્રી સંજય ડાભી એ કરી હતી. સમગ્ર કાર્યક્રમ નું સુંદર આયોજન જિલ્લા પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ યાદવ દ્વારા કરવામાં આવેલ અને સ્નેહ મિલન સાથે ઓળા રોટલા ની ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી…દવે દાદા નાં અવસાન બાદ તેમની પુત્રીઓ એ અખબાર અને પ્રેસ સાંભળતા તેઓ ની ખાસ હાજરી રહી હતી. વહેલી તકે જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો ને નિયુક્તિ પત્રો આપવા જિલ્લા પ્રમુખે ખાતરી આપી હતી.
