કડીના આંબલિયારા ગામમાંથી SOG પોલીસે અધધ 35 કિલો ગાંજો ઝડપાયો

કડીના આંબલિયારા ગામમાંથી SOG પોલીસે અધધ 35 કિલો ગાંજો ઝડપાયો
Spread the love

કડી તાલુકાના આંબલીયારા ગામમાં ગોસ્વામી મનુપૂરી બળદેવપુરી પોતાના રહેણાંક મકાનમાં ગાંજો રાખી વેપાર કરતો હોવાની બાતમીને આધારે મહેસાણા એસઓજી પોલીસના પીઆઇ ડી.ડી.સોઢા સહિતના સ્ટાફે રેડ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. મહેસાણા એસઓજી પોલીસ ની ટીમે આંબલીયારા ગામમાં મહાદેવવાળા વાસમાં રહેતા મનુપૂરી ગોસ્વામીના ઘરેથી ૩૫ કિલો ગાંજો સહિત રૂ.૩,૮૮,૨૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બાવલું પોલીસ મથકમાં ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બુધવારે બપોરના સમયે કરેલી રેડમાં પોલીસે મનુપૂરી ગોસ્વામીના ઘરની તલાશી લેતા ઘરમાંથી ૩૫ કિલો ૧૦૬ ગ્રામ જેટલો મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાયી ગયો હતો જેમાં આરોપી મનુપૂરી ગોસ્વામીની પૂછપરછ ગાંજાનો જથ્થો બોરીસણા ગામનો ઇન્દ્રવદન બળદેવભાઈ બારોટ વેચાણ સારું આપી ગયો હોવાનું ખુલતા પોલીસે બાવલું પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી મનુપૂરી ની ધરપકડ કરી હતી અને બીજા આરોપી ઇન્દ્રવદન બારોટની તપાસ હાથ ધરી હતી.મહેસાણા એસઓજી ટીમે આરોપી મનુપૂરી ગોસ્વામી પાસેથી ૩૫ કિલો ૧૦૬ ગ્રામ ગાંજો કી.રૂ.૩,૫૧,૦૬૦/-, રોકડ રકમ રૂ.૩૪,૬૫૦/-, મોબાઈલ ફોન નંગ-૩ કી. રૂ.૧૫૦૦/- અને ત્રાજવા સહિત કુલ મુદ્દામાલ રૂ.૩,૮૮,૨૮૦/- ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે.

IMG-20201015-WA0048.jpg

Right Click Disabled!