પ્રદેશ આગેવાન અર્જુન મોઢાવણીયાએ દર્શન નાયકના કાર્યાલયની લીધેલી શુભેચ્છા મુલાકાત

પ્રદેશ આગેવાન અર્જુન મોઢાવણીયાએ દર્શન નાયકના કાર્યાલયની લીધેલી શુભેચ્છા મુલાકાત
Spread the love

આજે તારીખ ૨૩ મી ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતા અર્જુનભાઇ મોઢાવણીયાએ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામ ખાતે આવેલા દર્શનભાઈ નાયકના કાર્યા લયની શુભેચ્છા મુલાકાત લીધી હતી.મુલાકાત દરમ્યાન મા.અર્જુનભાઇ સાથે હાલ ની કોવિડ-૧૯ વાઇરસના કારણે સર્જાયેલી મહામારી પ્રશ્ને તથા બુલેટ ટ્રેન અને DSFC અંગેના ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

દર્શનભાઈ નાયક અને અર્જુનભાઇ મોઢા વણીયા વચ્ચે વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રશ્ને ચર્ચા કરવામાં આવી હતી.જેમાં કામરેજ તાલુકા કૉંગ્રેસના પ્રમુખ અનંતભાઈ પટેલ, કઠોર ગામના ઉપસરપંચ ઇરફાનભાઈ,ખેડૂત આગેવાન પ્રવિણભાઇ પટેલ, નવીનભાઈ દલવારી,પ્રકાશભાઈ તથા ખેડૂતો અને આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG_20201023_202604-1.jpg IMG-20201023-WA0076-0.jpg

Right Click Disabled!