લંડન બાથ શહેરમાં મૂર્તિનું નિર્માણ કાર્ય સંપન્ન

લંડન બાથ શહેરમાં મૂર્તિનું નિર્માણ કાર્ય સંપન્ન
Spread the love

બાથ શહેરમાં તૈયાર થનાર ભગવાન જગન્નાથ મંદિર માટે તૈયાર કરાયેલી મૂર્તિઓહજારો વર્ષ સુધી ટકી શકે તે માટે લીમડાના લાકડામાંથી ખાસ ઉડિયા કારીગરો દ્વારા મૂર્તિઓ બનાવવામાં આવી છે.બ્રિટન દુનિયાના એ દેશોમાંથી એક છે, જ્યાં સૌથી વધારે 210 જેટલાં હિંદુ મંદિર છે ઓરિસ્સા સોસાયટી ઓફ યુકે, લંડનમાં ભગવાન જગન્નાથનું એક મંદિર બની રહ્યું છે. આ મંદિર એકદમ ઓરિસ્સાના જગન્નાથ મંદિર જેવું જ હશે જગન્નાથ પુરી સનાતન પરંપરાના ચાર ધામમાંથી એક છે. શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠોમાંથી એક ગોવર્ધન મઠ અહીં છે. મંદિર માટે ટ્રસ્ટ બનાવીને દુનિયાભરના જગન્નાથ ભક્તોને જોડવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં ઓરિસ્સામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની મૂર્તિનું નિર્માણ સંપન્ન થયું છે.

ત્યારે આ મૂર્તિઓને હાલમાં અમદાવાદ ખાતેના જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચન માટે લાવવામાં આવી હતી. હવે જાસપુર ખાતેના વિશ્વ ઉમિયાધામમાં ભક્તો માટે દર્શનાર્થે રાખવામાં આવી છે.ઉડિયા કારીગરો દ્વારા મૂર્તિઓનુ નિર્માણ થયું યુકેમાં લંડનની નજીકના બાથ શહેરમાં તૈયાર થનારા ભગવાન જગન્નાથજીના મંદિરની મૂર્તિઓનું નિર્માણ કાર્ય ખાસ ઉડિયા કારીગરો દ્વારા કરવામાં આવ્યું છે. હજારો વર્ષ સુધી ટકી શકે તે માટે આ મૂર્તિઓને લીમડાના લાકડામાંથી બનાવવામાં આવી છે. તૈયાર થયેલી ત્રણમાંથી એક મૂર્તિનું વજન લગભગ 90 કિલો જેટલું છે. ગ્રેટર લંડનમાં સોસાયટી દ્વારા 10 થી 12 એકર જમીન શોધવામાં આવી રહી છે, જેમાં મંદિરનું મૂળ સ્વરૂપ તો હશે જ, સાથે જ ઓડિયા કલ્ચર સાથે જોડાયેલી વસ્તુઓ પણ હશે.

આ અંગે સોસાયટીએ પુરી શંકરાચાર્ય જગતગુરુ સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી પાસેથી પણ માર્ગદર્શન લીધું છે. વિડિયો-કોન્ફરન્સ દ્વારા યુકે સોસાયટીએ શંકરાચાર્ય સાથે ચર્ચા કરી અને મંદિર નિર્માણ અંગે તેમની પણ સલાહ લીધી છે. 2024 સુધી પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે સોસાયટીની યોજના છે કે મંદિરનું નિર્માણ જલદી જ શરૂ થાય અને 2024 સુધી એને કોઈપણ પ્રકારે પૂર્ણ કરવામાં આવે જોકે લંડનમાં પહેલેથી એક જગન્નાથ મંદિર છે, પરંતુ એ નાનું છે અને હવે સોસાયટી ઓરિસ્સાની પરંપરાઓને જેને જગન્નાથ કલ્ચર કહેવામાં આવે છે તેને દુનિયાભરમાં ફેલાવવા માગે છે. એને માત્ર એક મંદિરની જેમ નહીં, ઓરિસ્સા સભ્યતાના કેન્દ્રની જેમ તૈયાર કરવામાં આવશે.

બ્રિટનમાં 200થી વધારે મંદિર બ્રિટન દુનિયાના એ દેશોમાંથી એક છે, જ્યાં સૌથી વધારે હિંદુ મંદિર છે. આ સમયે બ્રિટનમાં સ્થિત હિંદુ મંદિરોની સંખ્યા 210 આસપાસ છે. ગ્રેટર લંડન જ્યાં જગન્નાથ મંદિર બનાવવાનો પ્રસ્તાવ છે, એમાં પણ લગભગ 35 મંદિર છે. ઇસ્કોન સ્વામિનારાયણ સંપ્રદાય, રામકૃષ્ણ મિશન સહિત અનેક મોટા સમૂહે અહીં મંદિર બનાવ્યું છે. અનેક દેશોમાં ભગવાન જગન્નાથના મંદિર છે ભારતમાં જ નહીં, ભગવાન જગન્નાથનાં દુનિયાભરમાં અનેક મંદિર છે. ભારત બહાર સૌથી જૂનું જગન્નાથ મંદિર બાંગ્લાદેશમાં છે. અહીં કોમિલામાં 16મી સદીનું જગન્નાથ મંદિર છે. આ સિવાય પાકિસ્તાનના સિયાલકોટમાં 2007માં એક મંદિર બનાવવામાં આવ્યું હતું. સાથે જ ઓસ્ટ્રેલિયા, ઈટલી, લંડન, સેન ફ્રાન્સિસ્કો, શિકાગો, મોસ્કો અને મોરિશિયસમાં પણ ભગવાન જગન્નાથનું મંદિર છે, જ્યાં રથયાત્રા પણ કાઢવામાં આવે છે.

new-project-7_1603271756.jpg

Right Click Disabled!