30 હજાર ઈંજેક્શન અને કેપ્સૂલમાંથી બનાવી મા દુર્ગાની મૂર્તિ

Spread the love

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ દેશભરમાં હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. જો કે, દર વર્ષની માફક આ વખતે કોરોનાએ લોકોના ઉત્સાહ અને ઉમંગ પર પાણી ફેરવી દીધુ છે. જો કે, લોકોમાં માતાજી પ્રત્યેની આસ્થા પર જરા પણ ફેર પડ્યો નથી. ત્યારે આ તહેવારોને લઈને પશ્ચિમ બંગાળ અને આસામ જેવા રાજ્યોમાં કંઈક અલગ જ રૌનક જોવા મળે છે. જ્યાં થીમના આધારે પંડાલ બનાવવામાં આવી રહ્યા છે. અહીં પંડાલમાં પણ કોરોના વાયરસની થીમ પર કામ ચાલી રહ્યુ છે. ત્યારે હવે આસામના ડુબરીમાં એક કલાકારે મેડિકલ વેસ્ટમાંથી માની મૂર્તિ બનાવી છે.

આ મૂર્તિને બનાવવા માટે એક્સપાયર થઈ ગયેલી કેપ્સૂલ્સનો ઉપયોગ કર્યો છે. સંજીવ બસક નામના આ કલાકારનું કહેવુ છે કે, મા દુર્ગાની મૂર્તિ બનાવવામાં તેને બે મહિનાનો સમય લાગ્યો છે. તેમાં 30,000 એક્સપાયર થયેલા ઈંજેક્શન અને કેપ્સૂલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બસકે આ પહેલા પણ વેસ્ટમાંથી કેટલીય સરસ કલાકૃતિઓ બનાવી છે. અગાઉ આ કલાકારે માચિસની સળીયોમાંથી અદ્ભૂત મૂર્તિઓ પણ બનાવી ચુક્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ કલાકાર મેડિકલના ક્ષેત્રમાં કામ કરે છે.

કામ કરતા કરતા તેમણે જોયુ કે, મેડિકલ સ્ટોર એક્સપાયર થયેલી કેટલીય મેડિકલ દવાઓ અને ઈંજેક્શન ફેંકી દેતા હોય છે. ત્યારે તેમના મગજમાં આ માટેનો આઈડિયા આવ્યો. બસક આ અંગે જણાવે છે કે, વિભાગમાં આ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી કે, આ વેસ્ટ સામાનને ક્યાં અને કેવી રીતે કામમાં લેવો. એટલા માટે તેમના મગજમાં આ પ્રકારનો વિચાર આવ્યો અને તેમને કામ કરવાનું શરૂ કર્યું. આ અગાઉ તેમણે 166 કિલોગ્રામ વેસ્ટ વિજળીના તારમાંથી દુર્ગા માની મૂર્તિ બનાવી હતી. ત્યારે પણ તેમને આસામ બુક ઓફ રિકોર્ડ્સમાં જગ્યા બનાવી હતી.

Right Click Disabled!