સ્ટેચ્યુ ઓફ યુનિટીને બેસ્ટ લેન્ડ સ્ક્રેપિંગ ટૂરિસ્ટ પ્લેસ તરીકેનો મળેલો પુરસ્કાર મુખ્યમંત્રીને અર્પણ

સ્ટેચ્યુ ઓફ યુનિટીને બેસ્ટ લેન્ડ સ્ક્રેપિંગ ટૂરિસ્ટ પ્લેસ તરીકેનો મળેલો પુરસ્કાર મુખ્યમંત્રીને અર્પણ
Spread the love

અમદાવાદ ગુજરાત પાસે અપાર પ્રવાસન વૈવિધ્ય છે, જેમાં હેરિટેજ પ્રાકૃતિક સૌંદર્ય તીર્થ સૃથાનો- સફેદ રણ પ્રાગૈતિહાસિક વિરાસતનો સમાવેશ થાય છે. તેને વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકાવીને આવનારા દિવસોમાં ભારતના અને ખાસ કરીને ગુજરાતના પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર બને માટે સરકાર પ્રતિબદ્ધ છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે અને સાથે તેમણે નેમ વ્યક્ત કરી છે કે ગુજરાતના પ્રવાસન વૈવિધ્ય-ટુરિઝમને સોળે કલાએ ખીલવી સર્વિસ સેક્ટરમાં વધુ રોજગારી આપતું સેક્ટર બનાવાશે.27 સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન્ દિવસ ની ઉજવણી કરાશે તે અગાઉ ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સલન્સ એવોર્ડ-2020 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવિધ વિજેતાઓને વેબિનારના માધ્યમથી અર્પણ કર્યા હતામુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત ટૂરિઝમ દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે.

ટુરિઝમ પોલિસીને અદ્યતન ઓપ આપીને હેરિટેજ ટુરિઝમ પોલિસીના વિચારબીજનો જન્મ સમગ્ર દેશમાંથી ગુજરાતમાં થયો છે.આ ઉપરાંત હોમ સ્ટે પોલિસી અને આ નવી હેરિટેજ ટુરિઝમ પોલિસી દ્વારા ગ્રામ્ય ક્ષેત્રે પણ ટુરિઝમ સેક્ટરથી વધુને વધુ રોજગારીનું સર્જન થાય તેવા આયોજન કરવામાં આવ્યા છે. મહામારી કોરોનાને પગલે ખાસ કરીને ટૂરિઝમ-ટ્રાવેલ સેક્ટરની ગતિવિધઓને અસર પહોંચી છે. પરંતુ હવે આપણે જાન હૈ જહાન હૈના ધ્યેય સાથે આ સેક્ટરને ફરી ધબકતું અને ચેતનવંતુ કરવું છે આ પ્રસંગે બેસ્ટ ફાઇવ સ્ટાર હોટેલ બેસ્ટ ઇનબાઉન્ડ ટૂર ઓપરેટર કેટેગર લીડિંગ ટૂરિઝમ ઇનિસિયેટિવ બાય ડિસ્ટ્રિક્ટ તેમજ ‘સ્પેશિયલ કોન્ટ્રીબ્યુશન ટુ ટ્રાવેલ સેક્ટર’ના એવોર્ડ વિજેતા રનર્સ અપ કેટેગરીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ગુજરાત ટૂરિઝમની અદ્યતન અને નાવિન્યપૂર્ણ વેબસાઇટનુ લોન્ચિંગ તેમજ બનો સવાયા ગુજરાતી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો રૂપાણીએ વધુમાં જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોરબંદરમાં મહાત્મા ગાંધીનું જન્મસૃથળ, રાજકોટનુ ગાંધી મ્યુઝિયમ, દાંડીના કિનારે નેશનલ સોલ્ટ મેમોરિયલ તથા ગાંધીનગરમાં દાંડીકુટિર જેવા સ્મારકો તેમજ ઉપરકોટ રાણ કી વાવ, અડાલજની વાવ, મોઢેરા સૂર્યમંદિર, દ્વારકા, સોમનાથ, બુદ્ધિસ્ટ ટૂરિઝમ સર્કિટના ભવ્ય વારસાથી અને સીમાદર્શન જેવા નવીન પ્રયોગોથી વિશ્વભરના પર્યટકોને ગુજરાતમાં બેસ્ટ ટુરિસ્ટ સાઇટ્સ અને ડેસ્ટિનેશન આપણને પૂરા પાડયા છે રૂપાણીએ એવોર્ડ મેળવનારા હોટલ સંચાલકો-ટૂર ઓપરેટર્સ જ્યુરી મેમ્બર્સ સૌને આ સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા.

પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું કે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે રાજ્યના આૃર્થતંત્રને ઈજન પૂરૂં પાડયું છે હવે વોકલ ફોર લોકલનાના ભાગરૂપે આપણે ગ્રામિણ ટૂરિઝમ અને અત્યારસુધી વણખેડાયેલા રહેલા પ્રવાસન ધામનોે વિકસાવી રોજગારીની વિપુલ તક આપવા માગીએ છીએ રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું કે ગુજરાત ટૂરિઝમ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. કચ્છનું રણ સાપુતારાના કુદરતી નજારા, 1600 કિમીનો દરિયાકિનારો દેશ વિદેશના પ્રવાસીઓ માટે મનગમતા સૃથળ બન્યા છે આ અવસરે પ્રવાસન સચિવ મમતા વર્માએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને બેસ્ટ લેન્ડ સ્ક્રેપિંગ ટૂરિસ્ટ પ્લેસ તરીકેનો મળેલો પુરસ્કાર મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો.

content_image_0b1ae892-fb4d-40e0-9200-9212efeea11f.jpg

Right Click Disabled!