રૂપિયાની લાલચમાં ખાનગી લેબમાં ટેસ્ટ કરવાના કરી દીધા બંધ

રૂપિયાની લાલચમાં ખાનગી લેબમાં ટેસ્ટ કરવાના કરી દીધા બંધ
Spread the love

કોરોના એટલે જાણે કમાણીનું સાધન બનાવી દેવાયું છે. સરકારે ખાનગી લેબવાળાને લેબમાં રિપોર્ટ માટે 1500 રૂપિયાની છૂટ આપી છે જ્યારે ઘરે જઇને રિપોર્ટ કરવા માટે 2 હજારની છૂટ આપી છે. ત્યારે 500 રૂપિયાની વધુ લાલચમાં વડોદરાના ખાનગી લેબ સંચાલકોએ પોતાની લેબમાં રિપોર્ટ કરવાના જ બંધ કરી દીધા છે
ખાનગી લેબ સંચાલકો હવે દર્દીના ઘરે જઇને જ આરટી-પીસીઆર ટેસ્ટ કરવા લાગ્યા છે.

જેથી તેઓને 500 રૂપિયા વધુ મળે. હદ તો ત્યારે થાય છે કે ખાનગી લેબવાળા ઘરમાં જેટલી વ્યકિત હોય તેટલી વ્યકિત દીઠ 500-500 રૂપિયા વધુ ઉઘરાવા લાગ્યા છે. એટલે કે ઘરમાં પાંચ વ્યકિતનો રિપોર્ટ કરાવાનો હોય એટલે સામાન્ય પરિવારે 2500 રૂપિયા વધારાના આપવા મજબૂર બનવું પડ્યું છે. વડોદરામાં ખાનગી લેબ સંચાલકોએ પોતાની લેબ પર આરટી-પીસીઆર ટેસ્ટ કરવાનો બંધ કરી દીધો છે.

download.jpg

Right Click Disabled!