ગજબ કહેવાય : કીડીખાઉની તસ્કરીની તપાસમાં RFOની રિવોલ્વર ગુમ

અરવલ્લી વન વિભાગની ટીમે તાજેતરમાં રતનપુર બોર્ડર ઉપર કારમાં લઇ જવાતા દુર્લભ કીડી ખાઉ ની તસ્કરી નો પર્દાફાશ કર્યો હતો.મૃત વન્ય પ્રાણી ની તસ્કરી માં એક આરોપી પકડાયો હતો જ્યારે તેના બે સાગરીત ફરાર હોવાથી આંતર રાજ્ય રેકેટ હોવાની આશંકા મજબૂત બની હતી જેથી ગાંધીનગર સુધી આ પ્રકરણ ની હલચલ જોવા મળ્યા પછી વન વિભાગે ફરાર આરોપી ઓ ની રાજસ્થાન તેમજ ઉત્તરાખંડ ના સંભવિત સ્થળો ની તપાસ શરૂ કરી છે ત્યાં તપાસ માં જોડાયેલા શામળાજી આર.એફ.ઓ. પ્રિયંક પટેલ ની બે દિવસ પહેલાં રિવોલ્વર ગુમ થઈ હોવાની જાણ શામળાજી પોલીસ ને કરવામાં આવતા ભારે થઈ છે.
વનવિભાગ કીડી ખાઉ ની તસ્કરી નો વધુ પર્દાફાશ કરી વન્ય પ્રાણી ઓ નિ તસ્કરી કરનાર મુખ્ય સૂત્રધારો સુધી પહોંચે તે અગાઉ વન અધિકારી ની રિવોલ્વર ગાયબ થઈ જવાની ઘટનાએ ચકચાર જગાવી છે. એક સમયે સ્થિતિ તો એવી બની કે ફરાર આરોપી ઓ ને શોધવાના બદલે ગુમ રિવોલ્વર શોધવા માટે અધિકારી અને ટીમ હોફડી ફોફડી બની ગઈ હતી.રિવોલ્વર ની શોધ કરવા છતાં પત્તો મળ્યો નથી જેથી આર.એફ.ઓ એ શામળાજી પોલીસ ને જાણ કરી છે.તપાસનીશ અધિકારી જો પોતાની સર્વિસ રિવોલ્વર સાચવી શકતા ન હોય તો કીડી ખાઉ ની તપાસ માં શું ઉકાળી શકશે ?? તેવા વેધક સવાલ શરૂ થયા છે.ટુંક માં વન્ય પ્રાણી ઓ ના તસ્કર પકડાશે ત્યારે પકડાશે પણ હાલ તો અધિકારી ની રિવોલ્વર ગુમ ની બાબત ચર્ચા ની એરણ ઉપર છે.
દિનેશ નાયક, સરડોઈ
