શાળા શરૂ થયા બાદ વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ : જોડિયામાં હાલારનો પ્રથમ કેસ નોંધાયો

શાળા શરૂ થયા બાદ વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ : જોડિયામાં હાલારનો પ્રથમ કેસ નોંધાયો
Spread the love
  • જામનગર તાલુકાના રામપર ગામની વતની અને જોડિયાની હુન્નર શાળામાં ધો.૧૨માં અભ્યાસ કરતી છાત્રાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ

શાળા ચાલુ થયાં બાદ તંત્ર અને શાળા સંચાલકો દ્રારા સાવચેતીના તમામ શકય પગલા લઇ રહ્યા છે ત્યારે જોડિયાની હુન્નર શાળામાં છાત્રાલયમાં રહેવા આવેલી વિદ્યાર્થીનીને કોરોના પોઝિટિવ આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. બનાવની જાણ થતાં જ શિક્ષણ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતાં અને તાત્કાલિક શાળા અને છાત્રાલય બંધ કરાવવામાં આવ્યા હતાં. શાળા શરૂ થયા બાદ વાલીઓમાં હજુપણ પોતાના સંતાનોને લઇને ચિંતા છે ત્યારે હાલારનો પ્રથમ વિદ્યાર્થીનીને કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

જોડિયાની હુન્નર શાળામાં ધો.૧૨માં અભ્યાસ કરતી અને જામનગર તાલુકાના રામપર ગામે રહેતી વિદ્યાર્થીનીને બુધવારના તેના માતા-પિતા છાત્રાલયમાં મુકવા આવ્યા હતાં ત્યારે નિયમ મુજબ પ્રવેશ પહેલા તેનું એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીની પોઝિટિવ આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી. તાત્કાલિક ટ્રસ્ટીઓ તેમજ અધિકારીઓને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતાં અને શાળા અને છાત્રાલયને તાત્કાલિક ખાલી કરાવી બંધ કરાવી દીધું હતું અને વિદ્યાર્થીનીને વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. શાળા શરૂ થયા બાદ હાલારમાં પ્રથમ વિદ્યાર્થીની પોઝિટિવ આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

વિદ્યાર્થિની સ્કૂલમાં ગઇ જ નથી: શિક્ષણાધિકારી

જે વિદ્યાર્થીનીને કોરોના પોઝિટિવ આવ્યો છે તે વિદ્યાર્થીની ઘરેથી છાત્રાલયમાં રોકાવા આવી હતી નિયમ મુજબ પહેલા તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે પોઝિટિવ આવી હતી. જે બાદ મે શાળા અને છાત્રાલય બન્ને સાત દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. – એસ.એલ.ડોડીયા, શિક્ષણાધિકારી, જામનગર.

શાળા અને છાત્રાલય સાત દિવસ બંધ જોડિયાની હુન્નર શાળામાં વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવતા શિક્ષણના ઉચ્ચ અધિકારી અને શાળાના ટ્રસ્ટીઓએ તાત્કાલિક નિર્ણય લઇ છાત્રાલયમાં હાજર વિદ્યાર્થીઓને ઘરે મોકલી આપ્યા હતાં અને શાળા અને છાત્રાલય બન્ને સાત દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

– રોહિત મેરાણી (જામનગર)

20210115_120029.jpg

Right Click Disabled!