જામનગરની સુભાષ માર્કેટ તથા આજુબાજુનો વિસ્તાર આજથી ખૂલશે

Spread the love
  • થર્મલ સ્કેનિંગ સાથે વેપારીઓએ સેનિટાઈઝિંગ વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ ફરજિયાત રહેશે
  • જામનગર શહેરની સૌથી જૂની અને મોટી શાક માર્કેટ તંત્ર દ્વારા ખોલવા માટેની મંજૂરી મળી જતાં ગુરૂવારથી તે લોકો માટે શરૂ થવા જઈ રહી છે.
  • બુધવારે માર્કેટને સેનેટાઈઝ કરાઈ હતી. માર્કેટ ખોલવાની મંજૂરી અપાતા કલેકટર દ્વારા વિધિવત જાહેરનામું બહાર પડાયું છે.

જામનગર ગ્રીનઝોન વિસ્તારના વેપારી મહામંડળ, ફૂટ અને વેજીટેબલ એસો. સુભાષ શાકમાર્કેટ તેમજ પૂર્વ વિરોધ પક્ષના નેતા એ.એ.ચાકી, કોર્પોરેટર અસલમ ખીલજી વગેરે દ્વારા નાના નાના ફૂટ અને શાકભાજીના વેપારીઓની આર્થિક સ્થિતિને ધ્યાને રાખી તેઓની રોજીરોટી ચાલુ રહે તેવા હેતુસર જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર અને શાક માર્કેટ બંધનો પ્રતિબંધ હટાવી પુન: શરૂ કરવા લેખિતમાં અરજી આપવામાં આવી હતી. અનલોક-૪ની ગાઈડલાઈન મુજબ અનેક હોટેલ રેસ્ટોરન્ટ, બાગ બગીચા, જિમ વગેરે ખુલા મૂકવાની જાહેરાત બાદ જામનગરમાં ૧૦૦થી વધુ વેપારીઓને અસર કરતાં સુભાષ શાકમાર્કેટ (મોટી શાકમાર્કેટ)ને પણ અનલોકમાં છૂટછાટ આવી ફરી ખુલી મૂકવા અનેક સંગઠનો અને વ્યક્તિગત કરવામાં આવી હતી અને વેપારીઓના હિતમાં શાક માર્કેટ ખોલવા માંગણી કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ દ્વારા જામનગર ગ્રીન ઝોન વિસ્તાર વેપારી મહામંડળ, સુભાષ શાકમાર્કેટ ફૂટ અને વેજીટેબલ એસો. અને અન્ય કોર્પોરેટર, આગેવાનોની માંગણીને ધ્યાને લઈ આવતીકાલથી દરબારગઢ સુધીની શાક-બકાલાની દુકાન સરકારની ગાઈડલાઈન ચુસ્ત પાલન સાથે ખોલવા જાહેરનામું બહાર પાડી આદેશ કરાયો છે. સરકારની ગાઈડલાઈન મુજબ શુભાષ શાક માર્કેટ સવારના ૬ થી ૧ વાગ્યા સુહડી ખુલ્લી રખાશે તેમજ માર્કેટના તમામ ધંધાર્થીઓ ફેસમાસ્ક ફરજિયાત પહેરવાના રહેશે અને આ ઉપરાંત શાક માર્કેટ એસો. દ્વારા માર્કેટમાં આવતા શહેરીજનોમાં થર્મલ સ્ક્રીનિંગ કરવાની વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!